31 C
Ahmedabad
Tuesday, March 31, 2026

“નેસ્લેની ટેગલાઇન ચોરોને ભારી પડી: 4 લાખ કિટકેટ ભરેલી ટ્રક લઈને ચોરો થયા ફરાર


સામાન્ય રીતે ચોરો સોના, ચાંદી કે રોકડ પર હાથ સાફ કરતા હોય છે, પરંતુ યુરોપમાં એક એવી ચોરી થઈ છે જેણે પોલીસ અને કંપની બંનેને ચોંકાવી દીધા છે. નેસ્લે કંપનીની પ્રખ્યાત ચોકલેટ ‘કિટકેટ’ની ટેગલાઇન છે- ‘Have a break, have a KitKat’. લાગે છે કે ચોરોએ આ લાઈનને અક્ષરશઃ ગંભીરતાથી લઈ લીધી અને લાખોની ચોકલેટ સાથે લાંબો ‘બ્રેક’ લઈ લીધો છે!

4 લાખથી વધુ ચોકલેટ બાર ગાયબ

નેસ્લે કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, ગયા અઠવાડિયે ટ્રાન્સપોર્ટ દરમિયાન 12 ટન કિટકેટ ભરેલી એક આખી ટ્રક ચોરાઈ ગઈ છે. આ ટ્રકમાં કિટકેટની નવી રેન્જના કુલ 4,13,793 ચોકલેટ બાર હતા. આટલો મોટો જથ્થો મધ્ય ઈટાલીથી રવાના થયો હતો અને તેનું સમગ્ર યુરોપમાં વિતરણ કરવાનું હતું.

ઈટાલીથી નીકળી પણ પોલેન્ડ ન પહોંચી

અહેવાલો મુજબ, આ ટ્રક મધ્ય ઈટાલીથી પોલેન્ડ જવા માટે રવાના થઈ હતી. જોકે, આ સફર દરમિયાન ચોરોએ રસ્તામાં જ ટ્રક પર હાથ સાફ કરી દીધો. નિર્ધારિત સમય વીતી જવા છતાં જ્યારે ટ્રક પોલેન્ડના ગોડાઉન પર ન પહોંચી, ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી.

કંપનીની પ્રતિક્રિયા: નેસ્લેએ તેમના સત્તાવાર ‘X’ (ટ્વિટર) હેન્ડલ પર જણાવ્યું છે કે, “અમે આ મામલે તપાસ કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ અને સપ્લાય ચેઈન ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

સોશિયલ મીડિયા પર રમૂજની છોળો

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. નેસ્લેની પ્રખ્યાત ટેગલાઇનનો ઉલ્લેખ કરતા લોકો કહી રહ્યા છે કે, “આ ઈતિહાસનો સૌથી મોટો અને સૌથી મીઠો (Sweet) બ્રેક છે!”

હાલમાં સ્થાનિક પોલીસ આ ‘ચોકલેટી ચોરો’ને શોધવા માટે સીસીટીવી ફૂટેજ અને ટ્રાન્સપોર્ટ રૂટની તપાસ કરી રહી છે. આટલી મોટી માત્રામાં ચોકલેટને બજારમાં વેચવી ચોરો માટે મુશ્કેલ બની શકે છે, પરંતુ હાલ પૂરતું તો ચોરોએ કંપનીની ઊંઘ હરામ કરી દીધી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -