પ્રવાસીઓના માનીતા ડેસ્ટિનેશન ગોવાના બાગા બીચ પરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ માણી રહેલા એક પ્રવાસી માટે પેરાસેલિંગ મોતનો સાક્ષાત્કાર બની ગયું હતું…હવામાં ઉંચાઈ પર પેરાસેલિંગ કરી રહેલા પ્રવાસીનું દોરડું અચાનક તૂટી પડતા તે સીધો હજારો ફૂટની ઊંચાઈએથી ઊંડા દરિયામાં ખાબક્યો હતો. આ સમગ્ર ઘટના કિનારા પર હાજર અન્ય પ્રવાસીઓના કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
📍Goa: On March 29, a parasailing cable snapped during the activity, leading to a frightening incident. The video raises concerns about safety standards in adventure sports. pic.twitter.com/9t0Gn2GLe6
— Deadly Kalesh (@Deadlykalesh) March 30, 2026
ઘટનાની વિગત: કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, આ ઘટના 30 માર્ચની સાંજે બની હતી. બાગા બીચ પર એક પ્રવાસી પેરાશૂટના સહારે આકાશમાં ઉડી રહ્યો હતો અને નીચેથી બોટ તેને હવામાં ખેંચી રહી હતી. પ્રવાસી જ્યારે હવામાં કાફી ઊંચાઈ પર હતો, ત્યારે અચાનક પેરાશૂટને બોટ સાથે જોડી રાખતો મજબૂત કેબલ (દોરડું) વચ્ચેથી જ તૂટી ગયો હતો. કેબલ તૂટતાની સાથે જ પેરાશૂટ હવામાં ફંગોળાયું હતું અને પ્રવાસી પળવારમાં જ દરિયાના મોજાંઓ વચ્ચે જઈ પડ્યો હતો.
લાઈફ જેકેટે આપ્યું નવું જીવન
આ ભયાનક દ્રશ્ય જોઈ કિનારા પર હાજર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, પ્રવાસીએ સુરક્ષાના નિયમોનું પાલન કરીને લાઈફ જેકેટ પહેર્યું હતું, જે તેના માટે વરદાન સાબિત થયું. લાઈફ જેકેટને કારણે તે પાણીની સપાટી પર તરતો રહ્યો અને ડૂબવાથી બચી ગયો. ઘટના સ્થળે હાજર લાઈફગાર્ડ્સ અને બોટ સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ગણતરીની મિનિટોમાં જ પ્રવાસીને સુરક્ષિત બહાર કાઢી લીધો હતો.
સુરક્ષા અને તપાસ પર સવાલો
આ અકસ્માતે ગોવામાં એડવેન્ચર સ્પોર્ટ્સની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે:
-
તપાસના આદેશ: ગોવા પ્રવાસન વિભાગે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને સાધન-સામગ્રીની ગુણવત્તાની તપાસના આદેશ આપ્યા છે.
-
કડક કાર્યવાહી: જો ઓપરેટરની બેદરકારી સાબિત થશે, તો તેનું લાયસન્સ રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
-
નિષ્ણાતોનો મત: એડવેન્ચર સ્પોર્ટ્સના સાધનોની સમયાંતરે ‘ફિટનેસ ટેસ્ટ’ થવી અનિવાર્ય છે જેથી પ્રવાસીઓના જીવ જોખમમાં ન મુકાય.

