પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર: 25 કરોડ લોકો ભૂખમરાના આરે, SPDCના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. એક તરફ જનતા કંગાળી અને ભૂખમરાનો સામનો કરી રહી છે, તો બીજી તરફ શહબાઝ શરીફ સરકાર દેવાના બોજ હેઠળ દબાયેલી છે. વર્ષ 2025માં IMF પાસેથી મળેલી મંગી લોન છતાં પાકિસ્તાનમાં ગરીબીનો દર આસમાને પહોંચ્યો છે.
ગરીબીના દરમાં મોટો ઉછાળો
સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (SPDC) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને 43.5 ટકા થઈ ગયો છે. આ આંકડો સત્તાવાર સરકારી એજન્સીઓના અંદાજ કરતા ઘણો વધારે છે.
| વિગત |
અગાઉનો દર (2018-19) |
વર્તમાન દર (2024-25) |
| રાષ્ટ્રીય ગરીબી દર |
36.6% |
43.5% |
| શહેરી ગરીબી |
32.1% |
42.1% |
| ગ્રામીણ ગરીબી |
39.3% |
44.3% |
- Advertisement -
- Advertisement -