IPL 2026: કરોડો ચાહકોના દિલ તૂટ્યા! ‘થાલા’ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, CSKને મોટો આંચકો
IPL 2026ની રણભેરી વાગે તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેમ્પમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા એમએસ ધોની (MS Dhoni) આ સીઝનની શરૂઆતની કેટલીક મેચો ગુમાવી શકે છે. ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર રીતે ધોનીની ઈજા અંગે અપડેટ આપતા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
‘કાફ સ્ટ્રેન’ બની વિલન: રિહેબ હેઠળ છે ધોની
CSK દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ, ‘કેપ્ટન કૂલ’ હાલમાં ‘કાફ સ્ટ્રેન’ (પિંડલીના સ્નાયુઓમાં ખેંચાણ) થી પીડાઈ રહ્યો છે. હાલમાં તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબિલિટેશન (પુનર્વસન) પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ફ્રેન્ચાઈઝીએ ભાવુક પોસ્ટમાં લખ્યું, “MS ધોની અત્યારે કાફ સ્ટ્રેનને કારણે રિહેબમાં છે. આથી તે IPL 2026ના પહેલા બે અઠવાડિયા રમી શકશે નહીં. જલ્દી સ્વસ્થ થઈ જાવ, થાલા!”
શરૂઆતની 5 મેચો પર જોખમ?
IPL 2026નો પ્રારંભ 28 માર્ચથી થઈ રહ્યો છે. શિડ્યુલ મુજબ, ચેન્નાઈએ શરૂઆતના 15 દિવસમાં જ 4 મહત્વની મેચો રમવાની છે. નિષ્ણાતોનું માનવું છે કે રિકવરી સમયને જોતા ધોની ઓછામાં ઓછી 4 થી 5 મેચોમાંથી બહાર રહી શકે છે.
CSKની શરૂઆતની મેચોનું શિડ્યુલ:
-
30 માર્ચ: વિરૂદ્ધ રાજસ્થાન રોયલ્સ (ગુવાહાટી)
-
3 એપ્રિલ: વિરૂદ્ધ પંજાબ કિંગ્સ (ચેન્નાઈ)
-
5 એપ્રિલ: વિરૂદ્ધ RCB (બેંગલુરુ)
-
11 એપ્રિલ: વિરૂદ્ધ દિલ્હી કેપિટલ્સ
સંજુ સેમસન સંભાળશે ગ્લવ્ઝ: શું CSK વાપસી કરી શકશે?
ધોનીની ગેરહાજરીમાં હવે વિકેટકીપિંગની મોટી જવાબદારી સંજુ સેમસનના ખભા પર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, IPL 2025માં ચેન્નાઈનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા સ્થાને રહી હતી. હવે જ્યારે સીઝન-2026માં ટીમ નવી ઉર્જા સાથે વાપસી કરવા માંગતી હતી, ત્યારે જ ધોનીની ઈજાએ મેનેજમેન્ટની ચિંતામાં વધારો કર્યો છે.
- Advertisement -
- Advertisement -