36.6 C
Ahmedabad
Friday, March 27, 2026

IPL 2026 પહેલા ટિકિટ બ્લેક કરવાનું મોટું કૌભાંડ: મુંબઈમાં પૂર્વ અન્ડર-19 ક્રિકેટરની ધરપકડ


વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની હાઈ-વોલ્ટેજ સેમીફાઇનલ મેચ દરમિયાન ટિકિટોના કાળાબજાર (Black Marketing) નું મોટું રેકેટ ઝડપાયું છે. મુંબઈ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા એક પૂર્વ અન્ડર-19 ક્રિકેટર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે.

1.કોણ છે મુખ્ય સૂત્રધાર બલવંત સિંહ સોધા?

પોલીસ તપાસમાં 26 વર્ષીય બલવંતસિંહ સોધાનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું છે:

  • પૃષ્ઠભૂમિ: બલવંત મુંબઈની અન્ડર-19 ટીમનો પૂર્વ ખેલાડી રહી ચૂક્યો છે અને હાલમાં ક્રિકેટ કોચિંગ સાથે જોડાયેલો છે.

  • મોડસ ઓપરેન્ડી: ક્રિકેટ વર્તુળમાં સંપર્કો હોવાને કારણે તે ટિકિટો અને પાસની વ્યવસ્થા કરી આપતો હતો.. જે ત્યારબાદ તેના સાથીદારો દ્વારા ઊંચા ભાવે વેચવામાં આવતા હતા.

૨. ₹25,000 થી ₹35,000 માં વેચાતી ટિકિટો

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, મેચનો ક્રેઝ જોઈને આરોપીઓ સામાન્ય ટિકિટોને આસમાની ભાવે વેચતા હતા:

  • કિંમત: સેમીફાઇનલની એક ટિકિટ 25,000થી 35,000 સુધીના તોતિંગ ભાવે બ્લેકમાં વેચાઈ રહી હતી.

  • ષડયંત્ર: આ ટિકિટો મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના ક્લબ મેમ્બર્સ અથવા મહેમાનોને મળતા કોમ્પ્લીમેન્ટરી પાસ હતા.જે ગેરકાયદેસર રીતે મેળવીને બજારમાં ઉતારવામાં આવ્યા હતા.

૩. હાઈ-પ્રોફાઈલ ગેંગમાં કોણ-કોણ સામેલ?

ડીબી માર્ગ પોલીસ સ્ટેશનની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ પકડાયા છે. જેમાં શિક્ષિત લોકોનો પણ સમાવેશ થાય છે.

  • એક જાણીતી કોલેજના સ્પોર્ટ્સ ટીચર.

  • શૈક્ષણિક સંસ્થાનો નોન-ટીચિંગ સ્ટાફ.

  • આ ગેંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરતી હતી.

૪. પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ

ગુરુવારે કોર્ટે આરોપી બલવંત સિંહ સોધાને પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે..પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ રેકેટમાં MCA ના કોઈ અધિકારી કે મોટા ગજાના લોકોની સંડોવણી છે કે કેમ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -