ઝેલેન્સ્કીનો સાઉદીમાં ‘ડ્રોન માસ્ટરસ્ટ્રોક’: ઈરાની ડ્રોન સામે સાઉદીને આપશે સુરક્ષા કવચ, બદલામાં માંગી શક્તિશાળી મિસાઈલ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની સાઉદી આરબની આકસ્મિક મુલાકાતે વિશ્વભરના રાજદ્વારી વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે…સોશિયલ મીડિયા પર આ પ્રવાસની પુષ્ટિ કરતા તેમણે જણાવ્યું કે, અહીં ખાડી દેશોના નેતાઓ સાથે અત્યંત મહત્વની બેઠકો યોજાવાની છે. નિષ્ણાતો આ મુલાકાતને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સુરક્ષા ભાગીદારીના નવા અધ્યાય તરીકે જોઈ રહ્યા છે.
1. સાઉદીની ‘ડ્રોન ઢાલ’ બનશે યુક્રેન
ઝેલેન્સ્કીએ ખુલાસો કર્યો છે કે યુક્રેન હવે સાઉદી અરબ, UAE, કતાર, કુવૈત અને જોર્ડન જેવા ખાડી દેશોને ઈરાની ડ્રોન હુમલાઓથી બચવા માટે સીધી ટેકનિકલ મદદ કરી રહ્યું છે.
-
ડ્રોન ઈન્ટરસેપ્ટરની માંગ: રશિયા સામેના યુદ્ધમાં યુક્રેને સસ્તા પણ અત્યંત ઘાતક ‘ડ્રોન ઈન્ટરસેપ્ટર’ વિકસાવ્યા છે. જે હવામાં જ દુશ્મન ડ્રોનને તોડી પાડવામાં સક્ષમ છે. હાલ વૈશ્વિક બજારમાં આ ટેકનોલોજીની ભારે માંગ છે.
2. મિસાઈલના બદલામાં ટેકનોલોજીનો સોદો
આ રક્ષણાત્મક સહયોગના બદલામાં યુક્રેને ખાડી દેશો પાસે એક મોટી માંગ મૂકી છે. રશિયાના સતત થઈ રહેલા મિસાઈલ હુમલાઓને રોકવા માટે યુક્રેનને તાત્કાલિક અત્યાધુનિક એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની જરૂર છે. જે તે સાઉદી પાસેથી મેળવવા ઈચ્છે છે.
3. હોર્મુઝની સામુદ્રધુનીમાં નવી ભૂમિકા
વૈશ્વિક તેલ સપ્લાય માટે કરોડરજ્જુ સમાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પણ યુક્રેન સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે. આ વિસ્તારમાં સ્થિરતા જળવાય તે વિશ્વના અર્થતંત્ર માટે અનિવાર્ય છે.
4. રશિયાની ‘શેડો ફ્લીટ’ પર યુરોપનો શિકંજો
બીજી તરફ, રશિયાની આર્થિક કમર તોડવા માટે યુરોપિયન દેશોએ કમર કસી છે. રશિયા જે જૂના તેલ ટેન્કરો (Shadow Fleet) દ્વારા પ્રતિબંધો છતાં તેલ વેચીને યુદ્ધ માટે ફંડ ભેગું કરે છે. તેના પર હવે કડક કાર્યવાહી થશે.
- Advertisement -
- Advertisement -