ભારતમાં પેસિવ યુથેનેશિયાનો પ્રથમ કિસ્સો: 13 વર્ષની પીડા બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ
ભારતમાં ‘પેસિવ યુથેનેશિયા‘ (નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ) ની મંજૂરી મેળવનાર પ્રથમ દર્દી હરીશ રાણાનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. સતત 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશથી તેમની સારવાર અને પોષણ અટકાવવામાં આવ્યું હતું, જેના પરિણામે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કેસની પૃષ્ઠભૂમિ: એક અકસ્માત અને13 વર્ષનો સંઘર્ષ
હરીશ રાણાની આ કરુણ ગાથા વર્ષ ૨૦૧૩માં શરૂ થઈ હતી. ચંદીગઢમાં અભ્યાસ દરમિયાન હોસ્ટેલના ચોથા માળેથી પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
-
ત્યારથી તેઓ 100% વિકલાંગતા સાથે અચેતન અવસ્થામાં (Vegetative State) હતા.
-
લાંબા સમય સુધી પથારીવશ રહેવાને કારણે તેમના શરીરમાં ઊંડા ‘બેડ સોર્સ’ (Bed Sores) થઈ ગયા હતા.
-
પુત્રની અસહ્ય પીડા જોઈને આખરે લાચાર માતા-પિતાએ સુપ્રીમ કોર્ટ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટનો સંવેદનશીલ નિર્ણય
11 માર્ચ, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવતા હરીશ રાણા માટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી હતી.
“આ નિર્ણય લેવો અમારા માટે ખૂબ મુશ્કેલ છે, પરંતુ અમે આ યુવકને આવી અપાર વેદનામાં ન રાખી શકીએ. પ્રક્રિયા એવી રીતે થવી જોઈએ કે તેમનું મૃત્યુ ગરિમાપૂર્ણ હોય.” > — જસ્ટિસ પારદીવાલા (સુપ્રીમ કોર્ટ)
AIIMS માં અંતિમ પ્રક્રિયા
કોર્ટના આદેશ બાદ ૧૪ માર્ચે હરીશને AIIMS ના પેલિએટિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબી પ્રોટોકોલ મુજબ:
-
15માર્ચ: લિક્વિડ ડાયટ (પ્રવાહી ખોરાક) બંધ કરવામાં આવ્યો.
-
17 માર્ચ: પાણી આપવાનું પણ બંધ કરાયું.
-
દર્દીને પીડા ન થાય તે માટે ડોક્ટરોની દેખરેખ હેઠળ સતત પેઈન કિલર્સ (દર્દશામક દવાઓ) આપવામાં આવતી હતી.
-
લગભગ 10 દિવસ સુધી ખોરાક-પાણી વગર અને લાઈફ સપોર્ટ હટાવ્યા બાદ તેમનું શરીર શાંત થયું હતું.
પેસિવ યુથેનેશિયા એટલે શું?
ભારતમાં આ કિસ્સો કાયદાકીય રીતે અત્યંત મહત્વનો છે. ‘પેસિવ યુથેનેશિયા’ એટલે એવી સ્થિતિ જેમાં દર્દીને જીવતો રાખવા માટે અપાતી તબીબી સહાય (જેમ કે વેન્ટિલેટર અથવા ન્યુટ્રિશનલ સપોર્ટ) જાણીજોઈને પાછી ખેંચી લેવામાં આવે છે, જેથી કુદરતી રીતે મૃત્યુ થઈ શકે.
- Advertisement -
- Advertisement -