ગૌતમ ગંભીરના ‘પર્સનાલિટી રાઈટ્સ’ પર તરાપ: AI-ડીપફેક વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં રૂ. 2.5 કરોડનો દાવો!
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાની ડિજિટલ ઓળખ અને પ્રતિષ્ઠાની સુરક્ષા માટે કાયદાકીય જંગ છેડ્યો છે. ગંભીરે દિલ્હી હાઈકોર્ટમાં સિવિલ દાવો દાખલ કરીને તેમની પરવાનગી વગર નામ, ચહેરો અને અવાજનો ઉપયોગ કરવા તેમજ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા બનાવાયેલા ડીપફેક અને ડિજિટલ નકલ પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર ફેક કન્ટેન્ટનો રાફડો
ગંભીરની લીગલ ટીમના જણાવ્યા અનુસાર, વર્ષ 2025ના અંતથી ઇન્સ્ટાગ્રામ, X (ટ્વિટર), યુટ્યુબ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર તેમના નામે નકલી કન્ટેન્ટમાં ચિંતાજનક વધારો થયો છે:
-
ટેકનોલોજીનો દુરુપયોગ: ફેસ-સ્વેપિંગ અને વોઈસ-ક્લોનિંગ જેવી હાઈ-ટેક ટેકનોલોજીની મદદથી એવા વીડિયો વાયરલ કરાયા છે, જેમાં ગંભીર ક્યારેય ન આપ્યા હોય તેવા વિવાદાસ્પદ નિવેદનો આપતા દેખાય છે.
-
નકલી રાજીનામું: તાજેતરમાં તેમના ‘નકલી રાજીનામા’નો એક વીડિયો લાખોની સંખ્યામાં જોવામાં આવ્યો હતો, જેનાથી ભ્રમની સ્થિતિ પેદા થઈ હતી.
મોટી ટેક કંપનીઓ સહિત 16 પક્ષકારો સામે કેસ
આ કાયદાકીય લડાઈમાં ગંભીરે માત્ર કન્ટેન્ટ બનાવનારાઓ જ નહીં, પણ પ્લેટફોર્મ પૂરા પાડતી કંપનીઓને પણ લપેટામાં લીધી છે:
-
પ્રતિવાદીઓ: મેટા (ફેસબુક/ઇન્સ્ટાગ્રામ), ગૂગલ, યુટ્યુબ ઉપરાંત એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઇટ્સ.
-
સરકારી વિભાગો: આઈટી મંત્રાલય અને ટેલિકોમ વિભાગને પણ પક્ષકાર બનાવાયા છે જેથી કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરાવી શકાય.
રૂ. 2.5 કરોડનું વળતર અને ‘પર્સનાલિટી રાઈટ્સ’ની સુરક્ષા
ગૌતમ ગંભીરે અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર જેવા દિગ્ગજોના અગાઉના કાયદાકીય કિસ્સાઓનો હવાલો આપીને પોતાના ‘પર્સનાલિટી રાઈટ્સ’ (વ્યક્તિત્વના અધિકારો) સુરક્ષિત કરવાની અપીલ કરી છે.
મુખ્ય માંગણીઓ:
-
નુકસાની અને પ્રતિષ્ઠાને થયેલી હાનિ બદલ રૂ. 5 કરોડનું વળતર.
-
વાંધાજનક એકાઉન્ટ્સ અને ભ્રામક કન્ટેન્ટને તાત્કાલિક પ્લેટફોર્મ પરથી હટાવવા.
-
ભવિષ્યમાં તેમના નામ, ચહેરા કે અવાજના વ્યાપારી કે ખોટા ઉપયોગ પર કાયમી મનાઈહુકમ.
- Advertisement -
- Advertisement -