ધુરંધર 2 રિલીઝ પહેલા જ વિવાદના વંટોળમાં: રણવીર સિંહ અને મેકર્સને કાનૂની નોટિસ, શીખ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં દસ્તક દે તે પહેલા જ મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા અમુક દ્રશ્યોને લઈને શીખ સમુદાયે સખત વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મની રિલીઝ રોકવા અથવા વાંધાજનક સીન્સ હટાવવા માટે કાનૂની નોટિસ ફટકારી છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં જ રિલીઝ થયેલા ‘ધુરંધર 2’ ના ટ્રેલરમાં એક શીખ પાત્રને ધૂમ્રપાન (Smoking) કરતું દર્શાવવામાં આવ્યું છે. શીખ ધર્મની મર્યાદા અને પરંપરા મુજબ તમાકુ કે ધૂમ્રપાનનું સેવન સખત નિષિદ્ધ છે. આ દ્રશ્ય સામે આવતા જ શીખ સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો છે.
વિકી થોમસ સિંહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને માહિતી-પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ પ્રકારનું ચિત્રણ શીખ સમુદાયની છબીને ખરડવાનો પ્રયાસ છે અને તેનાથી લાખો લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.
ફરિયાદકર્તાની મુખ્ય માંગણીઓ:
-
ફિલ્મ, પોસ્ટર્સ અને ટ્રેલરમાંથી ધૂમ્રપાનના તમામ દ્રશ્યો તાત્કાલિક હટાવવામાં આવે.
-
ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર અને રણવીર સિંહ શીખ સમુદાયની જાહેર માફી માંગે.
-
જો સુધારો કરવામાં નહીં આવે, તો ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
રેકોર્ડબ્રેક ઇતિહાસ અને આગામી રિલીઝ
ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલા ફિલ્મના પ્રથમ ભાગ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
-
વૈશ્વિક કમાણી: ₹1300 કરોડથી વધુ
-
ભારતીય કમાણી: ₹1000 કરોડનો આંકડો પાર
હવે જ્યારે તેનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચ, 2026 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહ્યો છે, ત્યારે રિલીઝના માત્ર ચાર દિવસ પહેલા જ આવેલી આ કાનૂની અડચણે મેકર્સની ચિંતામાં વધારો કર્યો છે.
- Advertisement -
- Advertisement -