હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ આકાશી આફતના સંકેતો મળવા લાગ્યા છે. માર્ચ મહિનામાં જ દિલ્હી, યુપી અને એમપીમાં પારો 40 ડિગ્રીને સ્પર્શી રહ્યો છે. પરંતુ અસલી ચિંતાનું કારણ ‘અલ નીનો’ (El Nino) છે..જે આ વર્ષે ભારતની આબોહવાને વેરવિખેર કરી શકે છે.
1. રેકોર્ડબ્રેક હીટવેવ: સુરજ દાદા લાલચોળ થશે
યુરોપીયન વેધર એજન્સીઓના મતે, આ વર્ષે ગરમીના તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે.
-
શું છે જોખમ? જૂનથી ઓગસ્ટ દરમિયાન અલ નીનો 60% વધુ મજબૂત બનશે.
-
અસર: ઉત્તર અને મધ્ય ભારતમાં ‘લૂ’ (Heatwave) એટલી પ્રચંડ હશે કે સામાન્ય જનજીવન થંભી શકે છે. મે મહિનામાં જ તાપમાન નવી ઊંચાઈઓ સર કરશે.
2. ચોમાસા પર ‘ગ્રહણ’: મેઘરાજા રિસાશે?
ભારતની ખેતીનો આધાર ગણાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર સંકટના વાદળો ઘેરાયા છે.
-
વિજ્ઞાન શું કહે છે? અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગરની સપાટી ગરમ થાય છે..જે ભારત તરફ આવતા ભેજવાળા પવનોને નબળા પાડી દે છે.
-
ચિંતાનો વિષય: ચોમાસાના બીજા તબક્કામાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) વરસાદમાં ભારે ખેંચ જોવા મળી શકે છે, જે ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે.
3. દુષ્કાળનો ખતરો: શું ઇતિહાસનું પુનરાવર્તન થશે?
વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે જો અલ નીનો તેની શરૂઆતથી જ શક્તિશાળી રહેશે, તો અનેક રાજ્યોમાં પાણીની તંગી અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
“જોકે ભૂતકાળમાં અલ નીનો છતાં સારો વરસાદ પડ્યો હોય તેવા કિસ્સા છે, પરંતુ આ વખતે વધતું વૈશ્વિક તાપમાન સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યું છે.”
4. વૈશ્વિક ‘ક્લાઈમેટ કટોકટી’
અગાઉ 1997-98 અને 2015-16 માં શક્તિશાળી અલ નીનોએ દુનિયાભરમાં તબાહી મચાવી હતી.
-
વીજળી અને પાણી: આકરી ગરમીને કારણે વીજળીની માંગ આસમાને પહોંચશે અને ડેમોમાં જળસ્તર ઘટવાથી જળસંકટ ઊભું થઈ શકે છે.
સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય:
-
બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળો.
-
ખેડૂત મિત્રોએ સિંચાઈના આગોતરા આયોજન કરવા પર ધ્યાન આપવું પડશે.
-
પાણીનો સંગ્રહ અને કરકસરપૂર્વક ઉપયોગ અત્યારથી જ શરૂ કરવો હિતાવહ છે.

