29.8 C
Ahmedabad
Monday, March 9, 2026

જીતની ખુશી ડબલ થઈ ગઈ! જ્યારે વર્લ્ડ કપ ચેમ્પિયન ઈશાન કિશનના સેલિબ્રેશનમાં જોડાઈ તેની ખાસ મિત્ર અદિતિ


રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની રસાકસીભરી ફાઈનલમાં ભારતની ભવ્ય જીત સાથે આખું દેશ જશ્નમાં ડૂબ્યું હતું..આ ઐતિહાસિક જીતમાં બેટિંગ અને ફિલ્ડિંગથી કમાલ કરનાર ઈશાન કિશન મેદાન પર ખરો હીરો સાબિત થયો. પરંતુ, જીત બાદ મેદાન પર ઈશાનની બાજુમાં જોવા મળેલી એક સુંદર યુવતીએ સોશિયલ મીડિયા પર ‘ક્લીન બોલ્ડ’ જેવી સ્થિતિ સર્જી દીધી છે. તે બીજું કોઈ નહીં પણ જાણીતી મોડલ અદિતિ હુંડિયા છે.

વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ જ્યારે ખેલાડીઓ મેદાન પર પરિવાર સાથે ખુશી વહેંચી રહ્યા હતા, ત્યારે ઈશાન કિશન તેની ‘રૂમર્ડ ગર્લફ્રેન્ડ’ અદિતિ હુંડિયા સાથે મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યો હતો. બંનેના ફોટા વાયરલ થતા જ ફેન્સ પૂછી રહ્યા છે – કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?”

અદિતિ માત્ર ઈશાનની મિત્ર નથી, પરંતુ ફેશન જગતનું એક મોટું નામ છે:

  • જન્મ અને અભ્યાસ: રાજસ્થાનના જયપુરમાં જન્મેલી અદિતિએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BBA ની ડિગ્રી મેળવી છે.

  • બ્યુટી ક્વીન: વર્ષ 2017માં તે ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી હતી અને 2018માં મિસ દિવાનો ખિતાબ જીતી દેશભરમાં ફેમસ થઈ હતી.

  • બિઝનેસ વુમન: તે માત્ર મોડલ નથી પણ એક એન્ટરપ્રિન્યોર પણ છે. તેનું પોતાનું દેશી ફેશન બ્રાન્ડ ‘Label Aditi Hundia’ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.

  • સોશિયલ મીડિયા સ્ટાર: ઇન્સ્ટાગ્રામ પર તેના 7 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ આતુર હોય છે.

  • નેટવર્થ: રિપોર્ટ્સ મુજબ, અદિતિની અંદાજિત સંપત્તિ ₹16 થી ₹25 કરોડની આસપાસ છે.

લાંબા સમયથી ઈશાન અને અદિતિના સંબંધોની અટકળો ચાલી રહી હતી, પરંતુ વર્લ્ડ કપની આ ઐતિહાસિક ક્ષણે બંનેની સાથે હાજરીએ જાણે આ સંબંધો પર ‘ઓફિશિયલ’ મહોર લગાવી દીધી છે. ક્રિકેટના મેદાનમાં જીત બાદ હવે ફેન્સ આ જોડીને ક્રિકેટ અને ગ્લેમર જગતની નવી પાવર કપલ’ તરીકે આવકારી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -