29.8 C
Ahmedabad
Monday, March 9, 2026

કાળઝાળ ગરમીનો પ્રકોપ: પહાડો પર પણ તાપનો કહેર, પારો 40°C ને પાર; જાણો ક્યારથી મળશે રાહત?


માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સૂર્યદેવે આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે.ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી તાપમાનનો પારો સડસડાટ વધી રહ્યો છે..જેના કારણે વહેલા ઉનાળાના સંકેત મળી રહ્યા છે..રાજસ્થાનના પિલાણીમાં તાપમાન 40.2°C એ પહોંચતા મેદાની વિસ્તારોમાં ચિંતા વધી છે..હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી ત્રણ દિવસ સુધી ગરમીના આ તેવરમાંથી રાહત મળવાની શક્યતા નહિવત છે.

ક્યાં કેટલી ગરમી? આંકડા પર એક નજર

હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ઘણો ઊંચો નોંધાયો છે..રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં પારો 35 થી 40 ડિગ્રી વચ્ચે સ્થિર થયો છેરાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનું જોર સૌથી વધુ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભેજ અને ગરમીને કારણે અકળામણ વધી છેઅનેક રાજ્યોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધુ નોંધાઈ રહ્યું છે.સામાન્ય રીતે ઠંડા રહેતા પહાડી વિસ્તારોમાં પણ આ વખતે ગરમીનો અસામાન્ય પ્રકોપ જોવા મળી રહ્યો છે.જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાન સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી વધુ નોંધાયું છે.પહાડોમાં તીખા તડકાને કારણે બરફ પીગળવાની ગતિ વધી છે અને ફરવા આવેલા પર્યટકોને પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

શું વરસાદ આપશે રાહત? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી

આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે એક આશાનું કિરણ પણ બતાવ્યું છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થઈ રહ્યું છે..આ સિસ્ટમની અસરને કારણે માર્ચના બીજા સપ્તાહમાં ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે..મેદાની વિસ્તારોમાં અસર: પહાડોમાં થનારો ફેરફાર મેદાની વિસ્તારોમાં પવનોની દિશા બદલી શકે છે, જેનાથી વધતા તાપમાન પર બ્રેક લાગી શકે છે અને લોકોને ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -