વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપના મહાજંગની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મેદાનની બહાર એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર ‘પાવર’ના દુરુપયોગ અને ભેદભાવના ગંભીર આરોપો લગાવી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
So England got knocked out on Thurs get a charter home today .. West Indies go out last Sunday and are still in Kolkata .. SA in the same position .. That’s where the power is all wrong .. All teams in this situation should be treated the same .. just because you are more…
— Michael Vaughan (@MichaelVaughan) March 7, 2026
વિવાદનું મૂળ: ઈંગ્લેન્ડને ‘સ્પેશિયલ’ ફ્લાઈટ, અન્યને ઈંતજાર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓમાં વિક્ષેપ પડતા વર્લ્ડ કપમાંથી બહાર થયેલી ટીમો ભારતમાં ફસાઈ હતી. વિવાદ ત્યારે સર્જાયો જ્યારે:
-
વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા: આ ટીમો ઈંગ્લેન્ડ કરતા વહેલી બહાર થઈ હોવા છતાં દિવસો સુધી ભારતમાં જ અટવાયેલી રહી.
-
ઈંગ્લેન્ડની ‘વીઆઈપી’ એક્ઝિટ: સેમીફાઈનલમાં ગુરુવારે હાર્યાના ગણતરીના કલાકોમાં જ ઈંગ્લેન્ડની ટીમ માટે ચાર્ટર ફ્લાઈટ હાજર કરી દેવામાં આવી અને તેઓ શનિવારે વતન પહોંચી ગયા.
“નાની ટીમોની કોઈ કિંમત નથી?” – વૉનનો આકરો પ્રહાર
માઈકલ વૉને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ICCની ઝાટકણી કાઢતા લખ્યું:
“ઈંગ્લેન્ડ ગુરુવારે બહાર થયું અને શનિવારે ઘરે પહોંચી ગયું! જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા હજુ પણ કોલકાતામાં ફસાયેલા છે. આ સત્તાનો નગ્ન દુરુપયોગ છે. શું ICCના ટેબલ પર જે શક્તિશાળી છે તેના માટે જ નિયમો અલગ છે? દરેક ટીમ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ.”
ડેરેન સેમીની ગુહાર અને ટીમોની લાચારી
વેસ્ટ ઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમીએ પણ સોશિયલ મીડિયા પર લાચારી વ્યક્ત કરતા મદદની અપીલ કરી હતી.
-
વેસ્ટ ઈન્ડિઝ: 1 માર્ચે બહાર થઈ હોવા છતાં એક અઠવાડિયાથી ઘરની વાટ જોઈ રહી છે.
-
સાઉથ આફ્રિકા: 4 માર્ચે બહાર થયા બાદ હજુ રવાના થઈ શકી નથી.
-
ICCનો હવે જાગ્યો: હવે છેક 8 માર્ચે આ બંને ટીમો માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે, જે જોહાનિસબર્ગ થઈને એન્ટિગુઆ પહોંચશે.

