મીરાંશાહમાં આતંકનું તાંડવ: આત્મઘાતી હુમલામાં 5 નિર્દોષ ભૂલકાંઓ સહિત 18 જિંદગીઓ હોમાઈ, બજારમાં લોહીની નદીઓ વહી
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા મીરાંશાહ શહેરમાં સાંજના સમયે આતંકનો કાળો કેર વર્તાયો હતો..એક આત્મઘાતી હુમલાખોરે સેનાની ચેકપોસ્ટને નિશાન બનાવી પોતાને ઉડાવી દેતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો..આ ભયાનક વિસ્ફોટમાં 5 માસૂમ બાળકો સહિત કુલ 18 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા.. જ્યારે 30થી વધુ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
કેવી રીતે સર્જાયો આ વિનાશ?
માહિતી મુજબ, આ લોહિયાળ ખેલ સાંજે લગભગ 4:30 વાગ્યે ખેલાયો હતો:
-
હુમલાની પદ્ધતિ: એક હુમલાખોર મોટરસાઇકલ પર વિસ્ફોટકોનો મોટો જથ્થો લઈને ઉત્તર વઝીરિસ્તાનના ‘ચશ્મા બ્રિજ’ પાસે પહોંચ્યો હતો.
-
ટાર્ગેટ: તેણે સીધી જ પોતાની મોટરસાઇકલ લશ્કરી ચોકી સાથે અથડાવીને વિસ્ફોટ કર્યો.
-
બજારમાં તબાહી: વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ચેકપોસ્ટની સાથે નજીકના બજારમાં ખરીદી કરી રહેલા સામાન્ય નાગરિકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. ચારેતરફ ચીસાચીસ અને લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા.
માસૂમોનો ભોગ અને હોસ્પિટલની સ્થિતિ
આ હુમલામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રમતા-ભમતા 5 બાળકોએ જીવ ગુમાવ્યો છે.
-
ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં અનેકની હાલત અત્યંત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
-
પાકિસ્તાની સેનાએ હજુ સુધી સત્તાવાર રીતે શહીદ સૈનિકોનો આંકડો જાહેર કર્યો નથી, પરંતુ નાગરિકો અને જવાનો બંનેને ભારે નુકસાન થયું છે.
કોણ છે આ નરસંહાર પાછળ?
આ ઘાતકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસન (USK) એ સ્વીકારી છે.
-
આ સંગઠન કુખ્યાત આતંકી હાફિઝ ગુલ બહાદુરના નેટવર્ક સાથે જોડાયેલું છે.
-
કોણ છે ગુલ બહાદુર? તે લાંબા સમયથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે સક્રિય છે. તે ઉત્તર વઝીરિસ્તાનમાં મદરેસા ચલાવી આતંકીઓની નવી ખેપ તૈયાર કરતો હોવાનો આરોપ છે. અગાઉ તેણે ‘લાલ મસ્જિદ’ની ઘટના બાદ TTP સાથે મળીને પાકિસ્તાન વિરુદ્ધ જંગ છેડ્યો હતો.
- Advertisement -
- Advertisement -