આસામમાં આભ ફાટ્યું: વાયુસેનાનું સુખોઈ-30 ફાઈટર જેટ ક્રેશ, દેશની રક્ષા કરતા બે જાંબાઝ પાયલોટ શહીદ
ભારતીય વાયુસેના અને સમગ્ર દેશ માટે આજે આઘાતજનક સમાચાર સામે આવ્યા.આસામના કાર્બી આંગલોંગ જિલ્લાના ગાઢ જંગલો અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં તાલીમ મિશન દરમિયાન વાયુસેનાનું શક્તિશાળી સુખોઈ-30 MKI ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું..આ અત્યંત દુઃખદ અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાયલોટે પોતાની સર્વોચ્ચ આહુતિ આપી છે.
ઘટનાનો ઘટનાક્રમ: રડાર પરથી રહસ્યમય રીતે ગાયબ
-
મિશનની શરૂઆત: ગુરુવારે સાંજે આ વિમાને જોરહાટ એરબેઝ પરથી નિયમિત તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી.
-
સંપર્ક વિચ્છેદ: ટેકઓફ કર્યાના ગણતરીના સમયમાં જ વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને તે રડાર પરથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું.
-
શોધ અભિયાન: સંપર્ક તૂટતા જ વાયુસેનાએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો હોવાથી શોધખોળમાં ભારે મુશ્કેલી પડી હતી.
મધ્યરાત્રિએ મળ્યો કાટમાળ: શહીદ થયા દેશના રક્ષકો
સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયુસેનાની બચાવ ટીમ, પોલીસ વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામજનોની મદદથી શુક્રવારે મધ્યરાત્રિએ આશરે 1 વાગ્યે વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
-
સ્થળ: આ ઘટના જોરહાટ એરબેઝથી આશરે 60 કિલોમીટર દૂર પહાડી વિસ્તારમાં બની હતી.
-
દુઃખદ અંજામ: દુર્ઘટના એટલી ભયાનક હતી કે બંને પાયલોટને બચાવી શકાયા નથી. વાયુસેનાએ બંને જાંબાઝ પાયલોટના શહીદ થવાની પુષ્ટિ કરી છે.
દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન
સુખોઈ-30 MKI એ ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ સમાન ફાઈટર જેટ માનવામાં આવે છે. દેશના રક્ષણ માટે તાલીમ લઈ રહેલા આ બે વીર સપૂતોની શહીદીએ વાયુસેનામાં ઊંડો શોક વ્યાપી દીધો છે. હાલમાં આ દુર્ઘટના પાછળનું ટેકનિકલ કારણ જાણવા માટે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી‘ ના આદેશ આપવામાં આવ્યા છે.
શ્રદ્ધાંજલિ: “માતૃભૂમિની રક્ષા માટે આકાશની ઊંચાઈએ બલિદાન આપનાર અમર શહીદોને આખો દેશ નમન કરે છે.”
- Advertisement -
- Advertisement -