29.8 C
Ahmedabad
Friday, March 6, 2026

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 37 IPS અધિકારીઓની બદલી, અનેક મહત્વના પદો પર નવી નિમણૂક


ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 37 આઈપીએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કર્યા છે. આ આદેશો જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યા છે.

આ ફેરફારો દરમિયાન કેટલીક પોસ્ટને અપગ્રેડ તથા ડાઉનગ્રેડ કરીને તે પદ માટે યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના અનેક મહત્વના વિભાગો જેમ કે CID ક્રાઈમ, IB, ACB, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ અને વિવિધ રેન્જમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ખાસ કરીને રાજકોટ રેન્જમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. અત્યાર સુધી IG તરીકે ફરજ બજાવતા અશોક કુમારને IBમાં બદલી આપવામાં આવી છે.. જ્યારે નવા IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી – સંપૂર્ણ યાદી

1. પરીક્ષિતા રાઠોડ – IG બનાસકાંઠા રેન્જ

2. શમશેર સિંઘ – DGP સિવિલ ડિફેન્સ

3. અશોક કુમાર – IBમાં બદલી

4. ગૌતમ પરમાર – IG CID ક્રાઈમ

5. રાઘવેન્દ્ર વત્સ – IG અમદાવાદ રેન્જ

6. નિલેશ જજડિયા – JCP વડોદરા શહેર

7. બિપિન આહિરે – IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ

8. પી.એલ. મલ – એડિશનલ ડાયરેક્ટર ACB

9. નરેન્દ્ર ચૌધરી – સ્ટેટ IB

10. એ.જી. ચૌહાણ – JCP ટ્રાફિક અમદાવાદ

11. આર.વી. અસારી – IG ભાવનગર રેન્જ

12. કે.એન. ડામોર – CID ક્રાઈમ

13. મકરંદ ચૌહાણ – DIGP કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર

14. વિધિ ચૌધરી – DIGP ગોધરા રેન્જ

15. વિશાલ વાઘેલા – DIGP સ્ટેટ મોનીટરીંગ સેલ

16. લીના પાટીલ – પ્રિન્સિપાલ કરાઈ તાલીમ શાળા

17. નિર્લિપ્ત રાય – IG રાજકોટ રેન્જ

18. દીપક મેઘાણી – જોઇન્ટ ડાયરેક્ટર ACB

19. મહેન્દ્ર બગરિયા – JCP સુરત

20. હિતેશ જોઈશર – IB

21. તરુણ દુગ્ગલ – એડિશનલ કમિશનર (એડમિન) અમદાવાદ શહેર

22. ચૈતન્ય માંડલિક – એડિશનલ કમિશનર ક્રાઈમ-ટ્રાફિક રાજકોટ શહેર

23. સરોજ કુમારી – DIG જેલ વડોદરા

24. રાજેન્દ્રસિંહ ચુડાસમા – DIGP જૂનાગઢ

25. આર.પી. બારોટ – DIGP જેલ અમદાવાદ

26. જી.એ. પંડ્યા – DIGP જેલ રાજકોટ

27. આર.ટી. શુશ્રા – સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ

28. સુધા પાંડે – DIGP હથિયારી એકમ વડોદરા

29. સુજાતા મજમુદાર – DIGP હથિયારી એકમ ગાંધીનગર

30. સુધીર દેસાઈ – એડિશનલ કમિશનર વડોદરા શહેર

31. બલરામ મીણા – સ્પેશિયલ કમિશનર સુરત

32. કરણરાજ વાઘેલા – JCP ક્રાઈમ સુરત

33. એસ.વી. પરમાર – JCP ટ્રાફિક સુરત

34. એ.એમ. મુનિયા – DIGP કોસ્ટલ સિક્યુરિટી

35. મયુર પાટીલ – DCP ઝોન-8 અમદાવાદ

36. વાબાંગ ઝમીર – વેઇટિંગ ફોર પોસ્ટિંગ

રાજ્યમાં પોલીસ તંત્રને વધુ અસરકારક બનાવવા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આ મોટા પાયે બદલી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -