ધડાકા સાથે ધરાશાયી થઈ જિંદગીઓ: આંધ્રમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 પરિવારોમાં માતમ
આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં રવિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે સમગ્ર પંકમાં મોતનો તાંડવ સર્જ્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
કાકીનાડાના વેતલાપલેમ ગામમાં આવેલી ફટાકડા યુનિટમાં રવિવારે સવારે જ્યારે કામ ચાલુ હતું, ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીની મજબૂત ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનીતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 21 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કાટમાળ નીચે લોકો દબાયા હોવાની આશંકા છે, જેથી મૃત્યુઆંક વધી શકે છે.વિસ્ફોટમાં 8 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા..જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ધડાકા બાદ લાગેલી આગને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં શરૂઆતમાં મુશ્કેલી પડી હતી..
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સંવેદના
મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો..તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું:
“કાકીનાડામાં ફટાકડા યુનિટમાં થયેલો વિસ્ફોટ અત્યંત વિચલિત કરનારો છે. મેં તાત્કાલિક વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવા આદેશ આપ્યો છે.”
તપાસના આદેશ
પ્રાથમિક તપાસ મુજબ, જે સમયે વિસ્ફોટ થયો ત્યારે ફેક્ટરીમાં 20 થી 25 જેટલા શ્રમિકો હાજર હોવાનું મનાય છે.સરકારે આ વિસ્ફોટ પાછળના કારણો જાણવા અને ફેક્ટરી પાસે જરૂરી પરવાનગીઓ હતી કે નહીં તેની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
- Advertisement -
- Advertisement -