24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

બોલિવિયામાં વાયુસેનાનું વિમાન હાઈવે પર ખાબક્યું: હવામાં ઉડી કરોડોની નવી નોટો, 15 કાળમુખા મોત


દક્ષિણ અમેરિકાના બોલિવિયામાં શુક્રવારે સાંજે એક અત્યંત ભયાનક અને કમકમાટીભર્યા વિમાન અકસ્માતની ઘટના સામે આવી છે.વાયુસેનાનું વિશાળકાય હર્ક્યુલસ C-130 વિમાન એરપોર્ટની સુરક્ષા દીવાલ તોડીને સીધું વ્યસ્ત હાઈવે પર ખાબક્યું હતું.આ અકસ્માતમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ..જ્યારે સમગ્ર હાઈવે પર નવી ચલણી નોટોનો ખડકલો જોવા મળ્યો.

કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?

સાંજે 6 વાગ્યાની આસપાસ એલ અલ્ટો એરપોર્ટ પર આ દુર્ઘટના ઘટી હતી.વિમાન ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન રનવે પરથી અચાનક લપસી ગયું હતું. વિમાનની ગતિ એટલી પ્રચંડ હતી કે,, તે એરપોર્ટની મજબૂત દીવાલ તોડીને બાજુમાં આવેલા હાઈવે પર ધસી ગયું હતું.હાઈવે પર દોડતી અનેક કાર અને વાહનો આ લોખંડી પંખીની અડફેટે આવી જતાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

નવી નોટોનો વરસાદ અને ચારેતરફ લાશોના ઢગલા

આ દુર્ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે,,વિમાનમાં દેશના અન્ય ભાગોમાં પહોંચાડવા માટે કરોડોની નવી ચલણી નોટો ભરેલી હતી.વિમાન પટકાતાની સાથે જ પેટીઓ તૂટી ગઈ હતી..હાઈવે પર નવી નોટો વેરવિખેર થઈ ગઈ હતી.આ અકસ્માતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 30 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા..ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા..જ્યાં અનેકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

ઘટનાની જાણ થતા જ બોલિવિયા પોલીસ, સેના અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.સાવચેતીના ભાગરૂપે એલ અલ્ટો એરપોર્ટને હાલમાં અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ભયાનક અકસ્માત અને રસ્તા પર વેરાયેલી નોટોના વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -