24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

“હા, હું હસ્તક્ષેપ કરીશ..,”ટ્રમ્પે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ પર કહ્યું. અન્ય દેશોએ શું કહ્યું છે તે જાણો


પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ અત્યારે રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે. બંને દેશો એકબીજા પર ભારે બોમ્બમારો, મિસાઈલ હુમલા અને ડ્રોનથી પ્રહારો કરી રહ્યા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવીને એશિયાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

ટ્રમ્પનો પાકિસ્તાન પ્રેમ: “હું પાકિસ્તાન સાથે ઉભો છું”

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ અંગે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ ચોક્કસપણે હસ્તક્ષેપ કરશે..ટ્રમ્પે કહ્યું, “મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. હું પાકિસ્તાન સાથે ઉભો છું. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન અને જનરલને ‘મહાન નેતા’ ગણાવતા કહ્યું કે તેઓ આ બંનેનું ખૂબ સન્માન કરે છે..ટ્રમ્પના મતે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ અને સરહદ પર અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યું છે.

અમેરિકાનું સત્તાવાર વલણ

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એલિસન હૂકરે પાકિસ્તાનના વિદેશ સચિવ સાથેની વાતચીત બાદ જણાવ્યું હતું કે, અમેરિકા તાલિબાનના હુમલાઓ સામે પોતાની રક્ષા કરવાના પાકિસ્તાનના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે. અમેરિકાનું આ વલણ અફઘાનિસ્તાન (તાલિબાન શાસન) માટે ચિંતાનો વિષય બની શકે છે.

શાંતિ સ્થાપવા અન્ય દેશોની મધ્યસ્થી

જ્યારે અમેરિકા પાકિસ્તાન તરફ ઝૂકેલું દેખાય છે, ત્યારે અન્ય મુસ્લિમ દેશો તણાવ ઘટાડવા સક્રિય થયા છે:

કતાર અને તુર્કી: કતારના વિદેશ રાજ્યમંત્રી ડૉ. ખુલૈફી અને તુર્કીના વિદેશમંત્રી હકાન ફિદાન સતત અફઘાન વિદેશમંત્રી મોહમ્મદ મુત્તાકી સાથે સંપર્કમાં છે. તેમનો હેતુ વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો છે.

રશિયા અને ચીનની વિનંતી: રશિયા, ચીન અને ઈરાન જેવા દેશોએ પણ બંને પડોશી દેશોને સંયમ રાખવા અને લોહીની નદીઓ વહેવડાવવાને બદલે ટેબલ ટોક (વાતચીત) શરૂ કરવા અપીલ કરી છે.

શા માટે આ વિવાદ ગંભીર છે?

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો આ સંઘર્ષ હવે માત્ર સરહદી ઝડપ રહ્યો નથી. મિસાઈલ હુમલાઓ અને સીધી સૈન્ય કાર્યવાહીને કારણે સમગ્ર દક્ષિણ એશિયામાં અસ્થિરતાનો ભય છે. ટ્રમ્પનો હસ્તક્ષેપ આ આગને શાંત પાડશે કે પછી ઘી હોમવાનું કામ કરશે, તેના પર આખી દુનિયાની નજર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -