26 C
Ahmedabad
Monday, March 2, 2026

ચૂંટણી મેદાને નવા સમીકરણ: રાજસ્થાન સરકારનો ઐતિહાસિક નિર્ણય, સંતાનોની સંખ્યા હવે ઉમેદવારીમાં આડી નહીં આવે.


રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે..બે કરતા વધુ બાળકો ધરાવતા લોકો હવે મ્યુનિસિપલ અને પંચાયત ચૂંટણી લડી શકશે…અગાઉ બે કરતા વધુ બાળકો ધરાવતા લોકોને આ ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો..હવે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

રાજસ્થાન કેબિનેટે બુધવારે એક મોટો નિર્ણય લીધો..જેમાં બે કરતા વધુ બાળકો ધરાવતા લોકો પર ચૂંટણી લડવા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો..અહેવાલો અનુસાર આ બિલ વર્તમાન વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવશે અને કાયદામાં ફેરવાશે.રાજસ્થાનના કાયદા મંત્રી જોગારામ પટેલે સરકારના નિર્ણયની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી.

રાજસ્થાન કેબિનેટ મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ આ નિર્ણય વિશે વાત કરી..તેમણે કહ્યું કે લોકો હવે જાગૃત છે અને જેઓ આર્થિક રીતે વધુ બાળકો ઉછેરવા સક્ષમ છે તેમને ચૂંટણી લડવાની તક આપવી જોઈએ. તેમણે કહ્યું કે સરકારનો નિર્ણય RSS કે અન્ય કોઈ વિચારધારાથી પ્રભાવિત નથી. કેબિનેટ મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું, “જો આપણે કોઈ વિચારધારાથી પ્રભાવિત હોત, તો અમે ફક્ત ત્રણથી વધુ બાળકો ધરાવતા લોકોને જ ચૂંટણી લડવાની મંજૂરી આપી હોત.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -