અનિલ અંબાણી પર EDનો ‘મહા-હથોડો’: ₹3,716 કરોડનું સપનાનું ઘર જપ્ત, અંબાણી પરિવારમાં ખળભળાટ!
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત આલીશાન ઘર “એબોડ” જપ્ત કર્યું…મિલકતની કિંમત આશરે ₹3,716 કરોડ આંકવામાં આવી છે…મની લોન્ડરિંગની મોટી તપાસના ભાગ રૂપે અંબાણીનું સ્વપ્નસભર હવેલી હવે કાનૂની તપાસ હેઠળ આવી છે.
અનિલ અંબાણીની માલિકીનો આ બંગલો મુંબઈના સૌથી વૈભવી વિસ્તાર,પાલી હિલમાં સ્થિત છે.66 મીટર ઉંચી આ હવેલીમાં 17 માળ છે અને તેને દેશના સૌથી મોંઘા રહેણાંક ઘરોમાંનું એક માનવામાં આવે છે.ED એ મિલકત જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કર્યો છે.બેંક છેતરપિંડીના કેસમાં લાંબી તપાસ બાદ કેન્દ્રીય એજન્સીએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. આ કેસ તેમની ગ્રુપ કંપની,રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) દ્વારા કરવામાં આવેલા કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત છે.અનિલ અંબાણી ₹40,000 કરોડના બેંક છેતરપિંડીના કેસ માટે તપાસ હેઠળ છે.
- Advertisement -
- Advertisement -