26 C
Ahmedabad
Monday, March 2, 2026

મલાઈકાની લાઈફમાં નવો વળાંક: 19 વર્ષ નાના હર્ષ મહેતા સાથે શું છે કનેક્શન? ફેન્સ પૂછી રહ્યા છે – ‘શું અર્જુન ચેપ્ટર ક્લોઝ?’


બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા તેના વ્યાવસાયિક અને અંગત જીવન બંને માટે હેડલાઇન્સમાં રહે છે..લાંબા સમય સુધી અર્જુન કપૂર સાથે ડેટિંગ અને બ્રેકઅપ કર્યા બાદ હવે તેનું નામ તેના કરતા 19 વર્ષ નાના ઉદ્યોગપતિ સાથે જોડાઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, મલાઈકા 33 વર્ષીય હીરાના વેપારી અને સેનકસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર હર્ષ મહેતાને ડેટ કરી રહી છે.

કોણ છે હર્ષ મહેતા?

ઉંમર: 33 વર્ષ

વ્યવસાય: હીરાના વેપારી,સેનકસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર

સંપત્તિ: કરોડોની કિંમત, જોકે કુલ નેટવર્થ જાહેર કરવામાં આવી નથી

સ્ટાઇલિશ અને સોશિયલ મીડિયા પર સક્રિય

ઈટાલીમાં વેલેન્ટાઈન ડે ઉજવણી

તાજેતરમાં ઈટાલીના ટ્રેવી ફાઉન્ટેન પાસે મલાઈકા અને હર્ષનો એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંને સ્ટાઇલિશ બ્લેક અને ગ્રે પોશાકમાં જોવા મળ્યા હતા.એવું માનવામાં આવે છે કે..તેઓએ વેલેન્ટાઈન ડે ખાસ રીતે ઉજવ્યો હતો.

લાઈવ કોન્સર્ટમાં પણ સાથે…

અગાઉ, 29 ઓક્ટોબરના રોજ,બંને એનરિક ઈગ્લેસિયસના લાઈવ કોન્સર્ટમાં સાથે જોવા મળ્યા હતા.આ સમય દરમિયાન તેમના બોન્ડિંગ અને એન્જોયમેન્ટને કારણે એવી અટકળોને વેગ મળ્યો હતો કે.. તેઓ રિલેશનશિપમાં છે.

અફેરની પુષ્ટિ નથી

જોકે,મલાઈકા અને હર્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

મલાઈકાનો ભૂતકાળનો સંબંધ

અરબાઝ ખાન સાથે લગ્ન,છૂટાછેડા થયા

પુત્રનું નામ: અરહાન

છૂટાછેડા પછી,તેણીએ લાંબા સમય સુધી અર્જુન કપૂરને ડેટ કરી..પરંતુ આ સંબંધ ટક્યો નહીં…મલાઈકા અરોરા 33 વર્ષીય કરોડપતિ ઉદ્યોગપતિ હર્ષ મહેતાને ડેટ કરી રહી છે.ઇટાલીમાં અને કોન્સર્ટમાં બંનેના ફોટા વાયરલ થયા છે.જોકે,હજુ સુધી તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -