ખુલી ગયું પાપનું પોટલું! પ્રિન્સ એન્ડ્ર્યુ તો માત્ર શરૂઆત હતી, હવે આ શક્તિશાળી અધિકારીની ધરપકડથી દુનિયા સ્તબ્ધ.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ખૂબ જ પ્રસિદ્ધ જેફરી એપ્સટિન જાતીય શોષણ કેસમાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી..પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ બાદ હવે એક હાઇ-પ્રોફાઇલ અધિકારીની ધરપકડ કરવામાં આવી..એવું કહેવામાં આવી રહ્યું છે કે, એપ્સટિન કેસની તપાસ કરતી વખતે પોલીસે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભૂતપૂર્વ બ્રિટિશ રાજદૂત મેન્ડેલસનની ધરપકડ કરી.પોલીસે મેન્ડેલસનના ઘરે દરોડા પાડ્યા હતા.તેઓએ આખું ઘર, બેંક ખાતા અને દસ્તાવેજોની પણ તપાસ કરી હતી.ત્યારબાદ તેઓ મેન્ડેલસનને કારમાં લઈ ગયા હતા.
નોંધનીય છે કે..યુનાઇટેડ સ્ટેટ્સમાં ભૂતપૂર્વ બ્રિટિશ રાજદૂત પીટર મેન્ડેલસનની બ્રિટિશ પોલીસે જાહેર હોદ્દાના દૂરૂપયોગના આરોપસર ધરપકડ કરી હતી..જાતીય શોષણ કરનાર જેફરી એપ્સટિન સાથેના તેમના સંબંધોના ખુલાસા બાદ આ ધરપકડ કરવામાં આવી..લંડન મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે,,72 વર્ષીય વ્યક્તિની જાહેર હોદ્દાના દૂરૂપયોગના આરોપસર ધરપકડ કરવામાં આવી..નિવેદનમાં મેન્ડેલસનનું નામ જણાવવામાં આવ્યું ન હોવા છતાં, ધરપકડ કરવામાં આવી.
મીડિયા અહેવાલો અનુસાર પોલીસે ધરપકડ પહેલા ભૂતપૂર્વ લેબર કેબિનેટ મંત્રી અને યુરોપિયન કમિશનર મેન્ડેલસનના પરિસરની પણ તપાસ કરી હતી.યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં એપ્સટિન કેસની ફાઇલો જાહેર કરી હતી.જેમાં ખુલાસો થયો હતો કે,,મેન્ડેલસને 2009 માં તત્કાલીન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉનની સરકારમાં બિઝનેસ સેક્રેટરી તરીકે સેવા આપતા એપ્સટિન સાથે સંવેદનશીલ માહિતી શેર કરી હતી.તેમના પર એપ્સટિનને જાતીય શોષણમાં મદદ કરવાનો પણ આરોપ છે.
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ડિસેમ્બર 2024 માં તેમને રાજદ્વારી પદ પર નિયુક્ત કર્યા હતા..પરંતુ 2008માં યુ.એસ.માં સગીર વયના વેશ્યાવૃત્તિ માટે દોષિત ઠેરવ્યા બાદ પણ તેમણે એપ્સટિન સાથે સંપર્ક જાળવી રાખ્યો હોવાનું બહાર આવ્યા હતુ..ત્યારબાદ મેન્ડેલસનને તેમના પદ પરથી દૂર કર્યા હતા.તેમણે એપ્સટિન કેસના પીડિતો પાસે જાહેરમાં માફી પણ માંગી હતી..મેન્ડેલસનને આવા જવાબદાર પદ પર નિયુક્ત કરવાની ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.લંડન મેટ્રોપોલિટન પોલીસ અનુસાર પીટર મેન્ડેલસન સામેના આરોપોની તપાસ કરવામાં આવશે.મેન્ડેલસન પહેલા પ્રિન્સ એન્ડ્ર્યુની પણ ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
- Advertisement -