24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

રફ્તારનો નવો રાયડો: નમો ભારતે પહેલા જ દિવસે ‘લાખેણી’ સિદ્ધિ સાથે ઈતિહાસ રચ્યો.


રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મેરઠ વચ્ચે કાર્યરત નમો ભારત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) એ તેના પહેલા જ દિવસે ઇતિહાસ રચ્યો. NCRTC અનુસાર આ કોરિડોર પર મુસાફરોની સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યે રવાના થઈ ત્યાં સુધીમાં કુલ મુસાફરોની સંખ્યા એક લાખને વટાવી ગઈ હતી.આ સિદ્ધિ વડાપ્રધાન મોદીએ સમગ્ર 82 કિલોમીટર લાંબા દિલ્હી-મેરઠ કોરિડોર અને નવા મેરઠ મેટ્રો લિંકનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યાના એક દિવસ પછી જ મળી. ઉદ્ઘાટન પછી આ પહેલો સંપૂર્ણ વ્યાપારી રન હતો. જેનાથી દિલ્હી-NCRના લોકોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો.

સ્ટેશનો પર ઉત્સવ

દિલ્હીના વિવિધ સ્ટેશનો પર વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી.. જેમાં મેરઠના બેગમપુલ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.લોકો ફક્ત મુસાફરી કરવા માટે જ નહીં પરંતુ આ આધુનિક ટેકનોલોજીને નજીકથી જોવા માટે પણ આવ્યા હતા..ઘણા પરિવારો અને યુવાનો સ્ટેશન પરિસરમાં અને ટ્રેનની અંદર સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.જેનાથી ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. મુસાફરોનો ઉત્સાહ એટલો બધો હતો કે કેટલાક લોકોએ ટ્રેનનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કર્યું હતું. ટિકિટ કાઉન્ટર અને પ્રવેશદ્વાર પર લાંબી પણ વ્યવસ્થિત કતારો જોવા મળી હતી.જ્યાં સ્ટાફ નવા મુસાફરોને મદદ કરવા માટે તૈયાર હતો.

નમો ભારત ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે બનાવવામાં આવી છે. રવિવારે વડાપ્રધાને દિલ્હીમાં સરાય કાલે ખાન અને ન્યૂ અશોક નગર વચ્ચેના 5 કિલોમીટરના વિભાગ અને મેરઠ દક્ષિણથી મોદીપુરમ સુધીના 21 કિલોમીટરના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું.આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર મિનિટોમાં ઘટાડવાનો છે. સાહિબાબાદ, ગાઝિયાબાદ અને મોદીનગર જેવા મુખ્ય શહેરોને જોડતી આ ટ્રેન મુસાફરોને માત્ર ઝડપી જ નહીં પણ ખૂબ જ આરામદાયક મુસાફરી પણ આપે છે. આનાથી રસ્તાઓ પર ટ્રાફિક જામ ઓછો થશે અને પ્રદૂષણ પણ ઘટવાની અપેક્ષા છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -