પ્રેમી પંખીડાઓ માટે માઠા સમાચાર: હવે ભાગીને લગ્ન કરવા નહીં રહે આસાન!..પ્રેમી પંખીડાઓ માટે માઠા સમાચાર: હવે ભાગીને લગ્ન કરવા નહીં રહે આસાન!
ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી. રાજ્ય સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.
હર્ષ સંઘવીએ ગૃહમાં કહ્યું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી..ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે.. જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટાઈઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યોછે.
સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ
સ્ટેપ-૧: લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસંસ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.
સ્ટેપ-૨[A]: સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-1 (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ.
વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર.
લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા.
વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
વર-વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.
સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.
અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.
સ્ટેપ-૨[B]: વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
1. માતા/પિતાનું આધાર કાર્ડ,
2. પિતાનું પૂરુ નામ.
3. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
4. પિતાનો મોબાઈલ નંબર.
5. માતાનું પૂરુ નામ.
6. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
7. માતાના મોબાઈલ નંબર.
સ્ટેપ-3[A]: આસિસ્ટંટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેકટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો द्वारा)
સ્ટેપ-3[B]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારશ્રીને ખાતરી થયેથી પેટા નિયમો (૧ થી ૭) માં દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ ૩૦ દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.
સ્ટેપ-૪: રજિસ્ટ્રારશ્રી દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-૨ મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.
- Advertisement -
- Advertisement -