ગુજરાત બજેટ 2026-27: ‘ઐતિહાસિક અને સર્વસ્પર્શી
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27નું જે બજેટ રજૂ કર્યું છે, તે ખરા અર્થમાં ‘વિકસિત ગુજરાત’નો પાયો નાખનારું છે
આવાસ અને આરોગ્ય: દરેકને છત અને મફત સારવાર
-
નવા આવાસ: PM આવાસ, ડૉ. આંબેડકર, પંડિત દિનદયાળ અને હળપતિ આવાસ યોજના હેઠળ 3.15 લાખ નવા ઘર બનાવવા માટે ₹4272 કરોડની જોગવાઈ.
-
PM-JAY મા યોજના: ગરીબ અને મધ્યમ વર્ગની મફત સારવાર માટે ₹3472 કરોડ ફાળવાયા. અત્યાર સુધીમાં 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે.
-
કેશલેસ નેટવર્ક: મા યોજના હેઠળ હવે 2.72 કરોડથી વધુ લોકો આવરી લેવાયા છે.
-
શ્રમિક કલ્યાણ: નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર અને 50 નવા ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરવા ₹260 કરોડ ફાળવાયા.
🎓 શિક્ષણ અને સમાજ કલ્યાણ: વિદ્યાર્થીઓ માટે મોટી રાહત
-
શિષ્યવૃત્તિમાં ધરખમ વધારો: SC-ST અને અન્ય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી.
-
છાત્રાલય સહાય: આશ્રમશાળાઓના વિદ્યાર્થીઓની માસિક સહાય ₹2,160 થી વધારીને ₹2,500 કરાઈ.
-
શિક્ષણનું આધુનિકીકરણ: રાજ્યમાં 926 નવી PM-SHRI શાળાઓ અને બાલવાટિકાથી ધોરણ-10 સુધીની ‘સંકલિત શાળાઓ’ શરૂ થશે.
-
આંગણવાડી: 2,000 નવી આંગણવાડીના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઈ.
🏆 સ્પોર્ટ્સ અને ડિજિટલ વિઝન: ઓલિમ્પિક રેડી ગુજરાત
-
ઓલિમ્પિક 2036 ની તૈયારી: અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી‘ બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સના આંતરમાળખા માટે ₹1278 કરોડની જોગવાઈ.
-
ડિજિટલ લાઇબ્રેરી: ગાંધીનગરમાં ₹100 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી‘ બનશે.
-
જનજાતિ વિકાસ: આદિજાતિ વિસ્તારોમાં 15 તાલુકાઓમાં ‘ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી‘ સ્થાપવામાં આવશે.
🏭 ઉદ્યોગ અને રોજગાર: MSME ને નવું બળ
-
MSME પ્રોત્સાહન: નાના ઉદ્યોગો માટે ₹1775 કરોડની જોગવાઈ.
-
હાઈટેક GIDC: 25 GIDC ને ₹1250 કરોડના ખર્ચે ‘સ્માર્ટ’ બનાવવામાં આવશે અને 120 મિની GIDC નું નવીનીકરણ થશે.
-
ટેક્સટાઇલ સેક્ટર: નવી પોલિસી માટે ₹2,755 કરોડ ફાળવાયા, જેનાથી લાખોને રોજગારી મળશે.
-
એક્સપોર્ટ હબ: દેશની નિકાસમાં ગુજરાતનો 26% હિસ્સો છે, તેને વધારવા ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)’ સ્થપાશે.
🚜 કૃષિ અને ગ્રામીણ વિકાસ: ખેડૂતોની ખુશાલી
-
કૃષિ યાંત્રિકીકરણ: ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવા સાધનો માટે ₹1565 કરોડની ફાળવણી.
-
ટેકાના ભાવે ખરીદી: 9.50 લાખ ખેડૂતો પાસેથી ₹18,000 કરોડની ખેત પેદાશોની ખરીદી કરાઈ.
-
પ્રાકૃતિક ખેતી: પ્રાકૃતિક ખેતીના માર્કેટિંગ અને સર્ટિફિકેશન માટે ₹39 કરોડ.
-
નવા કેન્દ્રો: વિવિધ પાકોના સંશોધન માટે 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થપાશે.
મુખ્ય આકર્ષણ: ‘જન વિશ્વાસ અધિનિયમ-2025’ હેઠળ 516 કાયદાકીય જોગવાઈઓમાં સુધારો કરી સરકારી પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવી છે
- Advertisement -
- Advertisement -