સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા: સ્ત્રીની સંમતિ વગર પાયજામો ખોલવો એ ગંભીર ગુનો, ‘માત્ર છેડતી’ કહીને બચી શકાશે નહીં.
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના માર્ચ 2025 ના વિવાદાસ્પદ ચુકાદાને ઉલટાવી દીધો હતો…. જેમાં આરોપીઓના કૃત્યોને ઓછા ગંભીર ગણવામાં આવ્યા હતા.કોર્ટે સ્પષ્ટ કર્યું કે,, મહિલાનો પાયજામો ખોલવો એ ફક્ત અશ્લીલ કૃત્ય કે છેડતી નથી..પરંતુ બળાત્કારનો પ્રયાસ છે.”વી ધ વુમન” નામની NGO સંસ્થાપક અને વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાના પત્ર બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયની નોંધ લીધી હતી..આ કેસ ઉત્તર પ્રદેશનો છે..જ્યાં આરોપીઓએ એક સગીર છોકરીનું છેડતી કરી હતી. આરોપ હતો કે,,તેઓએ પાયજામાની દોરી તોડી નાખી હતી અને તેને નાળા નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, કેટલાક પસાર થતા લોકોએ દરમિયાનગીરી કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા.
ટ્રાયલ કોર્ટે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) અને POCSO કાયદાની સંબંધિત કલમો હેઠળ આરોપો લગાવ્યા હતા. જોકે, માર્ચ 2025 ના પોતાના ચુકાદામાં, અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસને બળાત્કારના પ્રયાસ તરીકે ફગાવી દીધો હતો.અને દલીલ કરી હતી કે તે ફક્ત એક ગુનાની તૈયારી છે.. જે મહિલાની નમ્રતા કે છેડતી કરતાં ઓછો ગંભીર ગુનો છે…આ નિર્ણયથી વ્યાપક આક્રોશ ફેલાયો હતો.સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી કરી હતી..જેમાં CJI સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ એન.વી.અંજારિયાની બેન્ચનો સમાવેશ થતો હતો.અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો હતો.
CJI સૂર્યકાંતે જણાવ્યું કે,,આવા કૃત્યોને ઓછા ગંભીર ગુનાઓ ગણવા એ ન્યાયની ભાવના વિરુદ્ધ છે…પાયજામા બેલ્ટ ખોલવો અને સીધા કપડાં ઉતારવાનો પ્રયાસ કરવો એ બળાત્કારના પ્રયાસ સમાન છે.કોઈપણ ન્યાયાધીશ કે કોર્ટ કેસના તથ્યો અને પીડિતાની નબળાઈઓનો વિચાર ન કરે ત્યાં સુધી સંપૂર્ણ ન્યાય આપી શકતી નથી. ન્યાયાધીશોના નિર્ણયો માત્ર કાનૂની સિદ્ધાંતો જ નહીં પરંતુ કરુણા અને સહાનુભૂતિને પણ પ્રતિબિંબિત કરવા જોઈએ. આ વિના ન્યાયિક સંસ્થાઓ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં અસમર્થ રહેશે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ઉલટાવી દીધો હતો.આરોપીઓ સામે POCSO કાયદા હેઠળ બળાત્કારના પ્રયાસનો મૂળ અને વધુ કડક આરોપ ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે માત્ર પોતાનો ચુકાદો જ આપ્યો નહીં..પરંતુ એક મોટું પગલું પણ ભર્યું.કોર્ટે રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમીના ડિરેક્ટર અને ભૂતપૂર્વ ન્યાયાધીશ અનિરુદ્ધ બોઝને એક નિષ્ણાત સમિતિ બનાવવા કહ્યું. આ સમિતિ જાતીય ગુનાઓ અને સંવેદનશીલ કેસોમાં ન્યાયાધીશો પ્રત્યે સંવેદનશીલતા અને કરુણા વિકસાવવા માટે સરળ માર્ગદર્શિકા તૈયાર કરશે.
- Advertisement -
- Advertisement -