24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

દહેશત હેઠળ અદાલતો: ગુજરાતની 4 કોર્ટમાં બોમ્બનો ફફડાટ, લોખંડી બંદોબસ્ત વચ્ચે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન.


વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને આજે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. અમદાવાદમાં આવેલી જુની હાઇકોર્ટ તેમજ ગાંધીનગર સહિત વલસાડની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.જેના પગલે તમામ સ્થળે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું…ડોગસ્કવોર્ડ,બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોર્ડ,સ્થાનિક પોલીસ ઉપરાંત પણ આસપાસનાં પોલીસ સ્ટેશનનાં જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.તમામ કોર્ટ સંકુલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું..કોર્ટ સંકુલોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

એક બાદ એક સંસ્થાઓને મળી રહેલી ધમકીઓને પગલે વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી..સાયબર ક્રાઈમની ટીમ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી હતી.પ્રાથમિક દ્રષ્ટિએ કોઈની મજાક અથવા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું જણાયું હતુ.પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હતી…કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો..દરેક ખૂણે તપાસ કરવામાં આવી.ધમકીઓને કારણે શહેરીજનોમાં ચિંતા અને ડરનો માહોલ જોવા મળ્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -