દરિયામાં ભારતનો ‘માસ્ટરસ્ટ્રોક’: ઈરાની કનેક્શન ધરાવતા 3 ઓઈલ ટેન્કર જપ્ત, નામ-ધ્વજ બદલીને કરાતી રમતનો પર્દાફાશ!
આ મહિને ભારતે ઈરાન સાથે જોડાયેલા ત્રણ યુએસ-પ્રતિબંધિત ઓઈલ ટેન્કર જપ્ત કર્યા.આ પગલાનો હેતુ તેના દરિયાઈ ક્ષેત્રમાં ગેરકાયદેસર તેલ વેપાર અને જહાજો વચ્ચે છુપાયેલા ટ્રાન્સફરને રોકવાનો છે…જે તેલના સાચા મૂળને અસ્પષ્ટ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણ ટેન્કર (સ્ટેલર રૂબી, એસ્ફાલ્ટ સ્ટાર અને અલ જાફઝિયા) વારંવાર તેમની ઓળખ બદલીને કાયદાથી બચવાનો પ્રયાસ કરતા હતા. તેમના માલિકો વિદેશમાં સ્થિત છે. ઈરાનની રાષ્ટ્રીય તેલ કંપનીએ જણાવ્યું હતું કે, ત્રણેય ટેન્કરનો તેમની સાથે કોઈ સંબંધ નથી.
ભારતીય કોસ્ટ ગાર્ડે તેના દરિયાઈ વિસ્તારોમાં ચોવીસ કલાક દેખરેખ રાખવા માટે આશરે 55 જહાજો અને 10-12 વિમાન તૈનાત કર્યા.ગત મહિને જ કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરીના રિંગને અટકાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટેન્કરો મધ્ય સમુદ્રમાં અન્ય જહાજોમાં સ્થાનાંતરિત કરીને સસ્તા તેલ અને તેલ આધારિત કાર્ગોની મોટી માત્રામાં દાણચોરી કરતા હતા..અહેવાલ છે કે, આ જહાજો તેમની ઓળખ છુપાવવા માટે વારંવાર તેમના નામ, ધ્વજ અને અન્ય ઓળખ બદલી રહ્યા હતા..ભારતીય કોસ્ટ ગાર્ડ ટીમે ઇલેક્ટ્રોનિક ડેટા, દસ્તાવેજોની તપાસ કરીને અને ક્રૂની પૂછપરછ કરીને ગુનેગારોની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.
ગત વર્ષે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) એ ગ્લોબલ પીસ, ચિલ 1 અને ગ્લોરી સ્ટાર 1 નામના જહાજો પર પ્રતિબંધ મૂક્યો હતો..તેમના IMO નંબરો મુંબઈમાં જપ્ત કરાયેલા જહાજો સાથે મેળ ખાય છે.આ શંકા ઉભી કરે છે કે,,આ જહાજો પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને તેલના વેપારમાં સામેલ છે.
ભારતીય કોસ્ટ ગાર્ડનું ઓપરેશન ડિજિટલ સર્વેલન્સ અને વિસ્તૃત દરિયાઈ હાજરી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું..આ ઓપરેશનથી ભારત દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવામાં પ્રભાવશાળી દેશ સાબિત થયું છે..નિષ્ણાતો કહે છે કે,, આ કાર્યવાહી માત્ર ગેરકાયદેસર તેલ દાણચોરી અટકાવવા માટે મહત્વપૂર્ણ નથી..પરંતુ ભારત-અમેરિકા સહયોગ અને દરિયાઈ ક્ષેત્રમાં કડક દેખરેખનો સંદેશ પણ સ્પષ્ટપણે આપે છે.
- Advertisement -
- Advertisement -