24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

ટીમ ઇન્ડિયાનો પ્રચંડ વિજય: પાકિસ્તાન સામે 61 રને ઐતિહાસિક જીત, ભારત સુપર-8માં ક્વોલિફાય


T20 વર્લ્ડ કપ 2026ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ટીમ ઈન્ડિયાના યોદ્ધાઓએ રણમેદાનમાં શાનદાર લલકાર કર્યો..કટ્ટર હરીફ પાકિસ્તાનને 61 રનથી કારમી હાર આપી ભારતે ઐતિહાસિક જીત નોંધાવી છે..આ વિજય સાથે જ ભારતીય ટીમે સતત ત્રીજી જીત મેળવીને ગૌરવભેર ‘સુપર-8’ માં પ્રવેશ કરી લીધો છે..ભારતે જીત માટે આપેલા 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે પાકિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો નહીં અને આખી ટીમ માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાની બેટિંગ ઓર્ડર પત્તાના ઢગલાની જેમ તૂટી પડ્યો હતો, જેને કારણે દુનિયાભરના ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા છે..સતત 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર અને સુપર-8માં સ્થાન નિશ્ચિત..ટુર્નામેન્ટની આ પહેલી હાર સાથે પાકિસ્તાન હવે ત્રીજા સ્થાને સરકી ગયું છે..
કોલંબોમાં મળેલી આ પરાજય બાદ પાકિસ્તાનનો સુપર-8 સુધી પહોંચવાનો રસ્તો અત્યંત મુશ્કેલ બની ગયો છે. હવે જો પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ટકી રહેવું હોય, તો તેમણે નામિબિયા સામેની આગામી મેચ કોઈપણ સંજોગોમાં મોટા અંતરથી જીતવી જ પડશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -