24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

શ્રીલંકામાં ભારતનું શાહી સ્વાગત: અર્શદીપના ભાંગડા, હાર્દિક-માહિકા છવાયા.


ભારતીય ટીમ પાકિસ્તાનનો સામનો કરવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે..કોલંબોમાં પહોંચતા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..રવિવારે કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચ રમાશે..એરપોર્ટ પરથી નીકળતા જ ટીમ ઈન્ડિયાનું ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતુ..

ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપમાં પોતાના ખિતાબનો બચાવ કરવાના ઈરાદાથી પ્રવેશ કર્યો હતો.ભારતે ગ્રુપ Aમાં તેની બંને શરૂઆતની મેચમાં જીતી મેળવી હતી..હવે ભારતનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે છે..ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ અને નામિબિયા સામે જીત મેળવીને સુપર આઠ તબક્કામાં પ્રવેશ કર્યો છે..પાકિસ્તાન સામેની જીત ભારતીય ટીમને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે.

સમાચાર આવ્યા હતા કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ખેલાડીઓને તેમના પરિવારોને તેમની સાથે રાખવાની મંજૂરી આપી ન હતી.જોકે, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, મહિકા શર્મા, તેની સાથે કોલંબોમાં જોવા મળી હતી.એક વીડિયોમાં હાર્દિક માહિકાનો હાથ પકડીને એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળે છે.અન્ય સાથી ખેલાડીઓ પણ જોવા મળે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -