23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 47 અધિકારીઓને ‘ઈન-સીટુ’ બઢતીની ભેટ


રાજ્યના મહેસૂલ અને પંચાયત વિભાગમાં શાસકીય પ્રક્રિયાને વેગ આપવા માટે મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા કુલ 47 અધિકારીઓને વર્ગ-2માંથી વર્ગ-1માં હંગામી ધોરણે ‘ઈન-સીટુ’ (In-situ) બઢતી આપવામાં આવી છે..24 મામલતદારોને ગુજરાત વહીવટી સેવા (જ્યુનિયર સ્કેલ) વર્ગ-1માં પ્રમોશન..જયારે 23 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને પણ વર્ગ-1 માં બઢતી અપાઈ છે..આ અધિકારીઓ હવે પે-મેટ્રિક્સ લેવલ-10 (56,100 થી1,77,500) મુજબ વેતન મેળવશે.સંયુક્ત સચિવ જે.પી. અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, આ બઢતી ‘ઈન-સીટુ’ ધોરણે આપવામાં આવી છે.અધિકારી હાલ જે જગ્યાએ ફરજ બજાવે છે, તે જગ્યાને હંગામી ધોરણે વર્ગ-1માં અપગ્રેડ ગણવામાં આવશે.જ્યારે આ અધિકારીની અન્યત્ર બદલી કે નિમણૂક થશે.. ત્યારે તે જગ્યા ફરીથી મૂળ સંવર્ગમાં (વર્ગ-2) ડાઉનગ્રેડ થઈ જશે.અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગર સહિતના મહત્વના કેન્દ્રોમાં ફરજ બજાવતા અધિકારીઓને આ પ્રમોશનનો લાભ મળ્યો છે. સરકારના આ નિર્ણયથી વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે અને અધિકારીઓના મનોબળમાં પણ વૃદ્ધિ જોવા મળશે…

ઈન-સીટુ (In-situ) બઢતી – એટલે કે અધિકારી જે-તે જગ્યાએ રહીને જ ઉચ્ચ સ્કેલ મેળવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -