24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

ક્રિકેટ અને રાજકારણનો અદભૂત સંગમ: PM મોદીને મળ્યા રવિન્દ્ર અને રીવાબા જાડેજા; મુલાકાતને ગણાવી ‘ગર્વની ક્ષણ’


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની તેમજ ગુજરાત સરકારના મંત્રી રીવાબા જાડેજાએ મંગળવારે નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી.આ મુલાકાતની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

મુલાકાત બાદ રવિન્દ્ર જાડેજાએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે:”માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને મળવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની વિચારસરણીની સ્પષ્ટતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અત્યંત પ્રેરણાદાયક છે.આવા વિઝનરી નેતૃત્વ પાસેથી શીખવું એ મારા માટે ગર્વની વાત છે.

“રીવાબા જાડેજાએ પણ આ ક્ષણને યાદગાર ગણાવતા કહ્યું કે, ભારતની સંસ્કૃતિ અને ભવિષ્ય માટે મજબૂત રીતે ઉભા રહેલા નેતા સાથેની આ વાતચીતે નવો આત્મવિશ્વાસ ભર્યો છે.મુલાકાતની સાથે સાથે જાડેજાના ક્રિકેટિંગ કરિયરને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે.રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા જોવા મળશે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ તેમને રાજસ્થાન સાથે ટ્રેડ કર્યા હતા.રાજસ્થાન રોયલ્સ જાડેજાને ₹14 કરોડનો પગાર ચૂકવશે.આ ટ્રેડિંગમાં રાજસ્થાને સેમ કુરનને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળશે.જાડેજાની શાનદાર કામગીરીને જોતા BCCI એ તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ-A માં સ્થાન આપ્યું છે.જેમાં તેમની સાથે શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ પણ સામેલ છે.જાડેજા હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે. અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.સંસદ ભવનમાં થયેલી આ મુલાકાતે ચાહકોમાં કુતૂહલ જગાવ્યું છે.ક્રિકેટના દિગ્ગજ અને રાજકારણના પ્રભાવશાળી ચહેરાઓની આ મુલાકાતને સોશિયલ મીડિયા યુઝર્સ ‘પાવર કપલ’ની ‘પાવર મુલાકાત’ તરીકે જોઈ રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -