વર્લ્ડ કપ 2026: શ્રીલંકાએ જીત સાથે કર્યું અભિયાનનું શ્રીગણેશ, આયર્લેન્ડ સામે મેળવી શાનદાર જીત.
T20 વર્લ્ડ કપ 2026ની છઠ્ઠી મેચમાં યજમાન શ્રીલંકાએ આયર્લેન્ડને 20 રને હરાવીને ગ્રુપ-Bમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી.કમિન્ડુ મેન્ડિસની વિસ્ફોટક બેટિંગ અને કુસલ મેન્ડિસની જવાબદારીપૂર્વકની અડધી સદીના જોરે શ્રીલંકાએ જીતવા માટે આપેલા 164 રનના લક્ષ્યાંક સામે આયર્લેન્ડની ટીમ 143 રનમાં જ સમેટાઈ ગઈ હતી.’મેન્ડિસ’ જોડીએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત ખૂબ જ ધીમી અને નબળી રહી હતી.ઓપનર કામિલ મિશ્રારા (14) અને પથુમ નિસાન્કા (24) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા..આયર્લેન્ડના સ્પિનર જ્યોર્જ ડોકરેલે મધ્યમ ઓવરોમાં ચુસ્ત બોલિંગ કરીને શ્રીલંકાને બેકફૂટ પર લાવી દીધું હતું અને 14મી ઓવર સુધીમાં શ્રીલંકાનો સ્કોર 4 વિકેટે માત્ર 86 રન હતો.
અહીંથી મેચનો નકશો બદલાયો. કમિન્ડુ મેન્ડિસે મેદાન પર આવતાની સાથે જ આક્રમણ શરૂ કર્યું અને માત્ર 19 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 રનની તોફાની ઇનિંગ રમી. બીજા છેડે કુસલ મેન્ડિસે પોતાની ક્લાસિક બેટિંગ ચાલુ રાખી અને 43 બોલમાં અણનમ 56 રન ફટકાર્યા.બંને વચ્ચે 67 રનની ભાગીદારી થતાં શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 163 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.164 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી.શ્રીલંકાના બોલરોએ શિસ્તબદ્ધ લાઇન-લેન્થ સાથે બોલિંગ કરી આયર્લેન્ડના બેટ્સમેનોને જકડી રાખ્યા હતા. આયર્લેન્ડના ફિલ્ડરોએ મેચ દરમિયાન કેચ છોડીને શ્રીલંકાને જે જીવનદાન આપ્યા હતા.તે તેમને બેટિંગમાં મોંઘા પડ્યા.આખી ટીમ 19.5 ઓવરમાં 143 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
- Advertisement -
- Advertisement -