નાઇજીરીયામાં રક્તરંજિત રવિવાર: બેદરકાર ટ્રક ચાલકે 30 જિંદગીઓ હોમી, અનેકની હાલત ગંભીર
ઉત્તર નાઇજીરીયામાં રવિવારે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો.મુસાફરો અને માલસામાન ભરીને જઈ રહેલી એક ટ્રક પલટી જતાં ઓછામાં ઓછા 30 લોકોના કરુણ મોત નીપજ્યા..અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની બેદરકારી અને ઓવરસ્પીડને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
કાનો ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, આ અકસ્માત ગેઝાવા સ્થાનિક સરકારના વિસ્તારમાં આવેલા ક્વાનર બાર્ડે શહેર પાસે હાઈવે પર સર્જાયો હતો. આ ટ્રક મુસાફરોને લઈને કાનોના ગુજુંગુ શહેર તરફ જઈ રહી હતી..ત્યારે અચાનક ચાલકે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક રોડ પર જ પલટી ગઈ હતી.
કાનોના ગવર્નર અબ્બા કબીર યુસુફના પ્રવક્તા સુનુસી બાતુરે દાવાકિન તોફાએ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે 30 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો..અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા..જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા… તબીબોના જણાવ્યા મુજબ, ઘાયલોની સ્થિતિ નાજુક હોવાથી હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
- Advertisement -
- Advertisement -