24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

મેઘાલયની ગેરકાયદેસર કોલસા ખાણમાં ડાયનામાઈટ બ્લાસ્ટ: 16 શ્રમિકોના મોત, PM મોદીએ વળતર જાહેર કર્યું


મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. જિલ્લાના મિસિંગેટ-થાંગસ્કો વિસ્તારમાં આવેલી એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં શક્તિશાળી ડાયનામાઈટ વિસ્ફોટ થતા 16 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા..આ પ્રચંડ વિસ્ફોટને કારણે ટેકરીનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેમાં અનેક કામદારો દટાયા હોવાની આશંકા છે.

પોલીસ અધિક્ષક વિકાસ કુમારે જણાવ્યું હતું કે, આ ઘટના અત્યંત દુર્ગમ વિસ્તારમાં બની છે. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા એક વ્યક્તિને વધુ સારવાર માટે શિલોંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને ફાયર વિભાગની ટીમો હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હજુ પણ અનેક શ્રમિકો ફસાયા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.આ દુર્ઘટનાએ મેઘાલયમાં ચાલતા ગેરકાયદેસર ખાણકામની ગંભીરતા ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.નોંધનીય છે કે,ગત 23 ડિસેમ્બર 2025ના રોજ પણ આ જ વિસ્તારમાં ડાયનામાઈટ વિસ્ફોટ થયો હતો. જેમાં બે ખાણિયાઓએ જીવ ગુમાવ્યા હતા..સતત બનતી આવી ઘટનાઓ છતાં ગેરકાયદેસર ખનન અટકવાનું નામ નથી લઈ રહ્યું.

PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ભયાનક અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા સંદેશમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે,”મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનાથી હું અત્યંત દુઃખી છું. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”વડાપ્રધાને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ’ (PMNRF) માંથી મૃતકોના આશ્રિતોને અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.મૃતકોના પરિવારજનોને: ₹૨,૦૦,૦૦૦ (પ્રત્યેક દીઠ)જયારે ઈજાગ્રસ્તોને: ₹૫૦,૦૦૦ વળતર ચુકવવાની જાહેરાત કરી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -