26 C
Ahmedabad
Monday, March 2, 2026

ગિગ વર્કર ‘યુવા ન્યાય’ અભિયાન અંતર્ગત ગૌરવ, સુરક્ષા, અને સન્માન આપવા માટેની માંગણી કરવામાં આવશે.


આજે દેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બેરોજગારીનો દર છે. છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આ બેરોજગારીના લીધે યુવાનોને પોતાનો જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બન્યો છે અને શોષણભર્યું કામ કરવા માટે મજબૂર બન્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતમાં ઝડપથી વધતી એપ-આધારિત પ્લેટફોર્મ ઇકોનોમી જેમ કે Zomato, Swiggy, Blinkit, Zepto, ola, Uber) માં કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. ગિગ વર્કરને ગૌરવ, સુરક્ષા અને સન્માન અપાવવા માટે યુવા કોંગ્રેસ ‘ન્યાય અભિયાન’ની શરૂઆત કરી છે. તેના વિશે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે પત્રકારમાં પરિષદમાં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે માહિતી આપી હતી.

આ અંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે દેશના યુવાનોનું જીવન અને જીવિકા બંને અલગોરિધમના ગુલામ બની ગયા છે. તેમને પાર્ટનર જેવા નામ આપીને શ્રમના યોગ્ય વળતરથી પણ વંચિત રાખવામાં આવે છે. ગિગ વર્કરની અનેક સમસ્યાઓ છે. જેમ કે કોઈ ન્યુનતમ આવકની ગેરંટી નથી.દૈનિક કમાણી પણ અનિશ્ચિત છે. અને તે સતત ઘટતી જઈ રહી છે.અકસ્માત, આરોગ્ય સમસ્યાઓ અથવા બીમારી સમયે કોઈ વીમા અથવા સહાય મળતી નથી,પ્લેટફોર્મ દ્વારા મનમાની રીતે એકાઉન્ટ/આઈડી બ્લોક કરી દેવામાં આવે છે.જેથી કરીને રોજગાર પર તાત્કાલિક અસર થઈ જાય છે.

 યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે વધુમાં જણાવ્યું હતું કે નિતિ આયોગની રીપોર્ટ (2022 મુજબ 2020-21 માં અંદાજે 77 લાખ ગિગ વર્કર્સ હતા.જે 2029-30 સુધીમાં 2.35 કરોડ સુધી પહોંચી શકે છે.જો કે હકીકતમાં આ આંકડો આ કરતાં ઘણો વધારે છે.ગિગ વર્કર ન્યાય અભિયાનનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા એક યોગ્ય રાષ્ટ્રીય કાયદો બનાવવામાં આવે જે એપ આધારિત ગિગ વર્કર્સને અસંભવ ટાર્ગેટ અને અન્ય ગુલામમાંથી મુક્તિ આપવી, આરોગ્ય, વીમો, અકસ્માત કવર, માતૃત્વ લાભ, પેન્શન, વૃદ્ધાવસ્થામાં સુરક્ષા, યોગ્ય મહેતાણું, ન્યૂનતમ આવકની ગેરંટી, પારદર્શી ચુકવણી, કાનૂની સંરક્ષણ, ફરિયાદ નિવારણ તંત્ર, અને આઈડી બ્લોકિંગ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે, આ કાયદો ગિગ વર્ક્સને દાયરા હેઠળ લાવી તેમને કર્મચારીનો દરજો આપે.પાર્ટનર નામ આપીને કંપનીઓને કાનૂની જવાબદારીઓથી બચાવવાની અને છેતરપિંડીઓ બંધ થશે. યુથ કોંગ્રેસ દ્વારા ‘યુવા ન્યાય’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.જેમાં તબક્કા વાર રીતે ગિગ વર્કર્સની સમસ્યાનો ઉકેલ લાવવા માટે યુવા કોંગ્રેસ આ અભિયાન ગુજરાતના મોટા શહેરોમાં શરૂઆત કરવામાં આવ્યું છે.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે,રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સામાજિક સુરક્ષા, કલ્યાણકારી લાભો, ગિગ વર્કરની પણ સુરક્ષા, આરોગ્ય અને અકસ્માતનો વિમો,ભણતા બાળકો માટે સ્કોલરશીપ અને શિક્ષણના અન્ય લાભો પણ આપવામાં આવતા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉવેશ મન્સૂરી,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી પૃથ્વીરાજસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન મુકેશ આંજણા,અર્ષદ શેખ,ભાવિક સોલંકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -