યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી બન્યા, બે નાયબ મુખ્યમંત્રીઓની પણ નિમણૂંક
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા યુમનામ ખેમચંદ સિંહે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.રાજ્યમાં જાતીય સંતુલન અને વહીવટી મજબૂતી જાળવવા માટે મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.નેમચા કિપગેન (નાયબ મુખ્યમંત્રી)અને લોસી દિખોએ (નાયબ મુખ્યમંત્રી)તરીકે શપથ લીધા હતા..મણિપુરમાં ફાટી નીકળેલી વંશીય હિંસાને પગલે 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી એન.બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું.ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું..બુધવારે બપોરે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન હટાવતા જ ભાજપ માટે નવી સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.મંગળવારે ખેમચંદ સિંહને સર્વાનુમતે ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
- Advertisement -