IT સેક્ટરમાં કાળો કેર! વિપ્રો, ટીસીએસ અને ઇન્ફોસિસના શેરમાં ઐતિહાસિક ગાબડું
ભારતીય શેરબજારમાં આજે આઇટી ક્ષેત્રના દિગ્ગજ શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ગઈકાલની તેજી બાદ આજે ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો જેવા શેરોમાં 6% સુધીનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટાડા પાછળ યુએસ માર્કેટના એઆઈ (AI) સમાચાર અને વૈશ્વિક સંકેતો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
કેમ તૂટ્યા IT સ્ટોક્સ? મુખ્ય 3 કારણો:
-
AI સ્ટાર્ટઅપ ‘એન્થ્રોપિક’નો ડર: અમેરિકન એઆઈ સ્ટાર્ટઅપ એન્થ્રોપિક (Anthropic) દ્વારા લોન્ચ કરવામાં આવેલું નવું વર્કપ્લેસ ટૂલ ભારતીય આઈટી કંપનીઓ માટે મોટો પડકાર મનાઈ રહ્યું છે. આ સાધન કોડિંગ અને કોર્પોરેટ કાર્યોને ઓટોમેટ (સ્વચાલિત) કરવામાં સક્ષમ છે.રોકાણકારોને ડર છે કે જો AI પોતે જ આ કામ કરવા લાગશે, તો ભારતીય કંપનીઓના પરંપરાગત બિઝનેસ મોડલ અને પ્રોફિટ માર્જિન પર જોખમ ઊભું થઈ શકે છે.
-
નાસ્ડેકમાં નબળાઈ અને AMDની આગાહી: યુએસ ટેક માર્કેટ (Nasdaq) 1.4% ઘટીને બંધ થયું છે. ચિપ બનાવતી અગ્રણી કંપની AMD એ ભવિષ્યમાં નબળી આવકની આગાહી કરી છે. જેની નકારાત્મક અસર સમગ્ર ગ્લોબલ ટેક ઇન્ડસ્ટ્રી પર પડી છે..ભારતીય આઈટી કંપનીઓની 60-70% આવક યુએસ માર્કેટ પર નિર્ભર હોવાથી તેની સીધી અસર અહીં જોવા મળી છે.
-
પ્રોફિટ બુકિંગ: તાજેતરમાં ભારત-યુએસ ટ્રેડ ડીલના સમાચારને પગલે આઈટી શેરોમાં મોટી તેજી જોવા મળી હતી. બજારના નિયમ મુજબ, મોટા રોકાણકારોએ આજે ઉપરના મથાળે નફો બુક (Profit Booking) કરતા શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું.
- Advertisement -
- Advertisement -