WPLમાં દિલ્હીનો દબદબો: ગુજરાત જાયન્ટ્સને હરાવી ફાઇનલની ટિકિટ કન્ફર્મ
દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL) ની એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.દિલ્હીની ટીમ સતત ચોથી વખત ટાઇટલ મેચમાં પહોંચી છે. હવે 5 ફેબ્રુઆરીના રોજ ટ્રોફી માટે દિલ્હી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામસામે ટકરાશે.દિલ્હી પાસે આ વખતે પોતાનું પ્રથમ WPL ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે.
શેફાલી-લિઝેલની તોફાની શરૂઆત
રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમને શેફાલી વર્મા અને લિઝેલ લીએ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર ગણતરીની ઓવરોમાં 89 રનની ભાગીદારી નોંધાવી મેચ દિલ્હીના પક્ષમાં ઝુકાવી દીધી હતી.લિઝેલ લીએ 24 બોલમાં 43 રન કર્યા હતા.જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે..જયારે શેફાલી વર્માએ 21 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 31 રન કર્યા હતા.
જ્યોર્જિયા વેરહેમે આ બંને સેટ બેટ્સમેનોને આઉટ કરીને ગુજરાતને વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ દિલ્હીએ માત્ર 15.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
અગાઉ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 168 રન બનાવ્યા હતા. કેપ્ટન બેથ મૂનીએ શાનદાર અણનમ અડધી સદી ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે, અન્ય બેટ્સમેનો ખાસ યોગદાન આપી શક્યા નહોતા.
- Advertisement -
- Advertisement -