24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

મોદી-ટ્રમ્પ મિત્રતાની જીત: ભારત માટે અમેરિકાનો મોટો નિર્ણય, ટેરિફ 25% થી ઘટાડીને 18% કર્યો!


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની અતૂટ મિત્રતાનો જાદુ ફરી એકવાર બોલ્યો છે.બંને નેતાઓ વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના આયાત શુલ્ક (ટેરિફ)માં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક કરારની વિગતો શેર કરતા લખ્યું:”વડાપ્રધાન મોદી પ્રત્યેના મારા સન્માન અને અમારી મિત્રતાને માન આપીને, અમે ભારત અને અમેરિકા વચ્ચે નવા વેપાર કરાર પર સહમતિ સાધી છે..અમેરિકા હવે ભારતીય સામાન પરના ટેરિફને તાત્કાલિક અસરથી 25% થી ઘટાડીને 18% કરશે.”

આ કરાર માત્ર એકતરફી નથી, ભારતે પણ અમેરિકી ઉત્પાદનો માટે પોતાના બજારો ખોલવાની તૈયારી બતાવી છે.ભારત પણ અમેરિકા સામેના ટેરિફ અને અન્ય વ્યાપારિક અવરોધોને તબક્કાવાર રીતે શૂન્ય કરવા તરફ આગળ વધશે.વડાપ્રધાન મોદીએ અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ અને કોલસા જેવા ક્ષેત્રોમાં $500 અબજ (500 Billion Dollars) થી વધુની ખરીદી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -