સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો, રોકાણકારોમાં ફફડાટ
શુક્રવારે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે.સતત રેકોર્ડબ્રેક તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરી અને માર્કેટ કરેક્શનને કારણે ભાવ નીચે આવ્યા છે.
ચાંદીમાં ઐતિહાસિક ઘટાડો
સૌથી વધુ અસર ચાંદીના ભાવ પર જોવા મળી છે. MCX પર ચાંદીનો વાયદો આશરે ₹24,000 તૂટી ગયો હતો.
વર્તમાન ભાવ: 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી ₹23,993 ઘટીને ₹3,75,900 પ્રતિ કિલો પર આવી ગઈ.
ઐતિહાસિક તેજી: ગઈકાલે જ ચાંદી પ્રથમ વખત ₹4 લાખનો આંકડો વટાવી ગઈ હતી.
હાઈ લેવલથી ઘટાડો: ચાંદી તેની સર્વોચ્ચ સપાટી ₹4,20,048 થી માત્ર એક જ દિવસમાં આશરે ₹44,148 જેટલી ગગડી છે.
સોનાના ભાવમાં પણ કડાકો
સોનાના ભાવમાં પણ શુક્રવારે સવારથી જ નરમાઈ જોવા મળી હતી. MCX પર સોનું ખુલતાની સાથે જ પ્રતિ 10 ગ્રામ દીઠ આશરે ₹8,000 સસ્તું થયું હતું.સતત રેકોર્ડ તેજી બાદ આજે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે.નફાખોરી અને માર્કેટ કરેક્શનના કારણે સોના અને ચાંદી બંનેમાં મોટી વેચવાલી જોવા મળી છે.
- Advertisement -
- Advertisement -