22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર : દશેલાના વેદ પટેલની 69 મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં રાજ્યની અંડર-14 ક્રિકેટ ટીમમાં પસંદગી


રાજસ્થાનના સીકર ખાતે રમાયેલી 69 મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાત રાજ્યની અંડર 14 ક્રિકેટ ટીમમાં ગાંધીનગર જિલ્લાના દશેલા ગામમાંથી વેદ રાજુભાઇ પટેલની પસંદગી કરવામાં આવી. વેદ ચીલોડા ઓમ્ લેન્ડમાર્ક સ્કુલમાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. બાળપણથી ક્રિકેટમાં શોખ હોવાથી ગાંધીનગર ખાતે અલગ અલગ કોચિંગ ક્લબમાં પ્રેક્ટીસ માટે સગવડ મળી હતી.

વેદની નેશનલ સ્કૂલ ગેમ્સમાં  પસંદગી થતાં પરિવાર અને શાળામાં આનંદ તેમજ ગૌરવની લાગણી ફેલાઇ ગઈ હતી.તેમની સખત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણે  રંગ રાખ્યો હતો. માણસા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન કેબીનેટ મંત્રી રૂષિકેશ પટેલના હસ્તે વેદનુ સન્માન કરવામાં આવ્યું હતુ.શિક્ષક તરીકે ફરજ બજાવતા વેદના પિતા રાજુભાઈ પટેલ પણ ક્રિકેટના શોખીન છે.છેલ્લા 5 વર્ષથી રોજેરોજ 4 ક્લાક પ્રેક્ટીસ કરતાં વેદને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે-” વેદ માટે આ તો હજુ પાશેરામા પહેલી પૂણી છે..ભવિષ્યમાં હજુ પણ તે  મોટી સફળતા મેળવી ગામ અને જિલ્લાનુ ગૌરવ વધારશે”.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -