ઇસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, UAE ના રાષ્ટ્રપતિ ઝાયેદની ભારત મુલાકાત બાદ લેવાયો નિર્ણય
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદની ભારતની અચાનક મુલાકાત બાદ, અબુ ધાબીએ ઇસ્લામાબાદ એરપોર્ટ ઓપરેશન પ્લાનમાંથી પીછેહઠ કરી.આને ભારત અને UAE વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક નિકટતા અને પાકિસ્તાનના ઘટતા રાજદ્વારી પ્રભાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કરાર માટે વાટાઘાટો ઓગસ્ટ 2025 થી ચાલી રહી હતી.
કેમ તૂટી ગયો સોદો ?
પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને આ સમાચારની પુષ્ટિ કરી.અહેવાલ મુજબ UAE એ પ્રોજેક્ટમાં રસ ગુમાવી દીધો છે.એરપોર્ટનું સંચાલન કરવા માટે સ્થાનિક ભાગીદાર પણ શોધી શક્યું નથી.જોકે પાકિસ્તાની મીડિયા આને સીધી રીતે રાજકારણ સાથે જોડી રહ્યું નથી. તેની પાછળના કારણો ઘણા ઊંડા હોવાનું માનવામાં આવે છે.
સાઉદી અરેબિયા અને UAE વચ્ચે વધતું અંતર
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બે જૂના ગલ્ફ મિત્રો સાઉદી અરેબિયા અને UAE વચ્ચે મતભેદો વધી રહ્યા છે.બંને દેશો યમનમાં વિવિધ જૂથોને ટેકો આપે છે. પાકિસ્તાને તાજેતરમાં સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને તુર્કી અને સાઉદી અરેબિયા સાથે નવું જોડાણ ઇચ્છી રહ્યું છે.UAE એ ભારત સાથે તેની સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવી છે.
ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. દિલ્હીની મુલાકાત બાદ, યુએઈના રાષ્ટ્રપતિએ 900 ભારતીય કેદીઓને મુક્ત કરવાની મંજૂરી આપી.PM મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સંરક્ષણ સહયોગ પર એક મહત્વપૂર્ણ કરાર તરફ આગળ વધ્યા.બંને નેતાઓએ સ્વીકાર્યું કે,,આ ભાગીદારી હવે ફક્ત વેપાર સુધી મર્યાદિત નથી.પરંતુ સુરક્ષા અને વ્યૂહરચનાના ક્ષેત્રોમાં પણ વિસ્તરી રહી છે.
- Advertisement -
- Advertisement -