મેક્સિકો: ફૂટબોલ મેદાનમાં ગોળીબાર;11 લોકોનાં મોત, 12 ઘાયલ
મેક્સિકોમાં ગેંગવોર ફાટી નીકળ્યું છે.મધ્ય મેક્સિકોમાં ફૂટબોલ મેદાનમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો.જેમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા..જયારે 12 લોકો ઘાયલ થયા હતા.સલામાન્કાના મેયર સીઝર પ્રીટોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે બંદૂકધારીઓ ફૂટબોલ મેચ પુરી થયા પછી પહોંચ્યા હતા.
10 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજયાં હતા..જયારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતુ..મેયરે કહ્યું કે ઘાયલોમાં એક મહિલા અને એક સગીરનો સમાવેશ થાય છે.પ્રીટોએ કહ્યું કે આ હુમલો શહેરમાં “ગુનાખોરીની લહેર”નો ભાગ હતો.હિંસાને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને મદદ માટે અપીલ કરી.
ઘટના અંગે ગુઆનાજુઆતો રાજ્ય ફરિયાદીની ઓફિસે જણાવ્યું કે, તે તપાસ કરી રહી છે.વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે ફેડરલ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ગયા વર્ષે, ગુઆનાજુઆતોમાં મેક્સિકોમાં સૌથી વધુ હત્યાઓ થઈ હતી. સાન્ટા રોઝા ડી લિમા નામની એક સ્થાનિક ગેંગ મેક્સિકોના શક્તિશાળી જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ સાથે લડી રહી છે.
મેયરે આ ઘટના વિશે કહ્યું કે, કમનસીબે, કેટલાક ગુનાહિત જૂથો અધિકારીઓને વશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.. જે તેઓ પ્રાપ્ત કરી શકશે નહીં.દેશમાં ગેંગ વોરમાં વધારા વચ્ચે મેક્સિકન સરકારે કહ્યું કે 2025 માં હત્યાનો દર 2016 પછીનો સૌથી ઓછો હતો.. જે 1,00,000 રહેવાસીઓ દીઠ 17.5 હત્યાઓ હતો. જોકે, વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે આ આંકડા દેશમાં હિંસાના સંપૂર્ણ ચિત્રને પ્રતિબિંબિત કરી શકતા નથી.
- Advertisement -
- Advertisement -