કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત ત્રિરંગાના રંગોમાં રંગાયું..દરેક ભારતીયે ગર્વથી કહ્યું-‘વંદે માતરમ’
આજે ભારત દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી..ભારતીય સેનાએ દિલ્હીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ..રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો..ભારતનો લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ દિલ્હીમાં ઉજવવામાં આવે છે..રાષ્ટ્ર “જય હિંદ” ના નારાથી ગુંજી ઉઠ્યું.કાશ્મીરથી ઉત્તરપ્રદેશ,ગુજરાત,બિહાર,કેરળ અને મહારાષ્ટ્ર સુધીના તમામ રાજ્યોમાં ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.હિમાલયના બરફથી લઈને મેદાનો અને દરિયા કિનારા સુધી ભારતીય ધ્વજ ગર્વથી લહેરાતો રહે છે.
દર વર્ષે 26 જાન્યુઆરીની સવારે રાષ્ટ્રનું ધ્યાન ફક્ત પરેડ પર જ નહીં. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરંપરાગત પોશાક પર પણ કેન્દ્રિત થાય છે. છેલ્લા 10 વર્ષથી,પ્રજાસત્તાક દિવસે પીએમ મોદી એક ખાસ, સાંસ્કૃતિક અને અનોખા શૈલીમાં જોવા મળે છે.આ ફક્ત એક પોશાક નથી. પરંતુ ભારતની વિવિધ પરંપરાઓને સલામ કરવાનો શાંત પરંતુ શક્તિશાળી સંદેશ છે.જ્યારે વિશ્વ નેતાઓ સૂટ અને ટાઈમાં શક્તિ પ્રદર્શિત કરે છે..ત્યારે પીએમ મોદી વિશ્વને ભારતની પાઘડી, સાફા અને પરંપરાગત અંગવસ્ત્ર રજૂ કરે છે.
મુખ્યમંત્રી યોગીએ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે, તેમણે કહ્યું, “77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, હું રાજ્યના તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. 76 વર્ષની આ સફરમાં, આપણા બંધારણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.” પરંતુ આ બધા છતાં, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટેના આપણા સંકલ્પને અનુરૂપ,આપણે બધા એક નવા ભારતના સાક્ષી બની રહ્યા છીએ.જે દરેક ભારતીયના ગૌરવ અને ભારતની એકતા અને અખંડિતતાને આગળ ધપાવી રહ્યું છે.આપણું બંધારણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- Advertisement -
- Advertisement -