23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

29 માંથી 23 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો.. મુંબઈમાં ઠાકરેનું શાસન સમાપ્ત


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પછી ભાજપે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ જંગી જીત મેળવી..શુક્રવારે રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોના પરિણામો જાહેર થયા સાથે 23માં ભાજપનું શાસન સ્થાપિત થયું છે.દેશના સૌથી ધનિક બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં પોતાના મેયર રાખવાનું ભાજપનું 45 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે.લગભગ ત્રણ દાયકાના ઠાકરે પરિવારના શાસનનો અંત આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લોકોનો જંગી વિજય માટે આભાર માન્યો છે.

મુંબઈમાં શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચેનું જોડાણ નિષ્ફળ ગયું.ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ (મહાગઠબંધન) એ 227 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી 114 બેઠકોને વટાવીને 118 બેઠકો જીતી.ભાજપ 89 બેઠકો મેળવીને બીએમસીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો.. જ્યારે તેના સાથી પક્ષ શિવસેનાએ 29 બેઠકો મેળવી…કોંગ્રેસે 24 બેઠકો જીતી.ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી), રાજ ઠાકરેની મનસે અને એનસીપી (શરદ પવાર) ના ગઠબંધને 72 બેઠકો જીતી..શિવસેના-યુબીટીએ 65, મનસે 6 અને એનસીપી-શરદ એક બેઠક જીતી..એનસીપી-અજીત ત્રણ બેઠકો જીતી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, એઆઈએમઆઈએમ, આઠ બેઠકો જીતી, જે મનસે કરતાં વધુ છે.સપાએ બે બેઠકો જીતી હતી..

રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી ભાજપ-શિવસેના ગઠબંધને મુંબઈ,થાણે, પુણે અને નાસિકમાં નોંધપાત્ર ફાયદો મેળવ્યો.ભાજપે પુણે અને પિંપરી ચિંચવાડમાં પવાર પરિવારને હરાવ્યો..જ્યાં કાકા-ભત્રીજા પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી.લાતુર, ભિવંડી,ચંદ્રપુર,પરભણી, વસઈ-વિરાર અને માલેગાંવ સિવાય,ભાજપ તમામ મ્યુનિસિપલ સંસ્થાઓમાં સત્તામાં રહેશે..ક્યારેક એકલા તો ક્યારેક શિવસેના સાથે. ભાજપની સ્થાપના પછીના 45 વર્ષમાં પહેલી વાર BMCમાં ભાજપના મેયર ચૂંટાશે.

અમે હિન્દુત્વમાં માનીએ છીએ અને વિકાસના એજન્ડા સાથે આગળ વધીશું: ફડણવીસ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “અમે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ભાજપના વિકાસના એજન્ડાની જીત છે. અમે વ્યાપક હિન્દુત્વમાં માનીએ છીએ. અમે શહેરોનું પરિવર્તન લાવીશું અને સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવીશું.” ફડણવીસે શિવસેનાના સ્થાપક, સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેને પણ યાદ કર્યા.

મહારાષ્ટ્રનો આભાર.રાજ્યના ઉત્સાહી લોકોએ NDAના જન કલ્યાણ અને સુશાસનના એજન્ડાને આશીર્વાદ આપ્યા છે. પરિણામો દર્શાવે છે કે NDAનો મહારાષ્ટ્રના લોકો સાથેનો સંબંધ વધુ મજબૂત થયો છે. – નરેન્દ્ર મોદી, વડાપ્રધાન


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -