24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા કોંગ્રેસના સક્રિય હોદ્દેદારોને કોંગ્રેસ ઉતારશે મેદાનમાં


ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં પોતાનો રોડ મેપ તૈયાર કરીને મતદારો સુધી પહોંચવા માટેનો નિર્ધાર કર્યા છે. અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજીને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અને ચૂંટણી લડનાર ઉમેદવારોને ટ્રેનિંગ આપવા બાબતે અને તમામ જિલ્લા સ્તરે કારોબારી મિટિંગનું આયોજન તથા યુવાનોની સમસ્યાને લઈને ગુજરાત સરકારને ઘેરવામાં આવશે.. તેવા વિવિધ મુદ્દાઓને લઈને ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત રાજ્યના પ્રભારી નિખિલ દ્રિવેદી અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલે માહિતી આપી હતી.

આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ નિખિલ દ્રિવેદીએ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ આગામી સમયની રણનીતિ લઈને માહિતી આપી હતી કે, ગુજરાતમાં અનેક લોકો સમસ્યામાં છે અને ખાસ કરીને યુવાનો પાસે નોકરી નથી તો આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ બેરોજગારી જેવી યુવાનોની સમસ્યાને લઈને લડત લડશે. ગુજરાત યુવા કોંગ્રેસ પોતાનો ત્રણ મહિનાનો રોડ મેપ પણ તૈયાર કર્યો છે. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો યુવા કોંગ્રેસમાંથી જે હોદેદારો લડવા માંગે છે તેના નામ મંગાવીને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. 20 ટકા યુવાનોને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટિકિટ મળે તે માટે નક્કી કરવામાં આવ્યું છે તેને ડેટા પણ એકત્રિત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
વધુમાં તેઓ કહ્યું હતું કે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવી કારોબારીની રચના થઈ ગઈ છે અને હવે જાન્યુઆરી-16 થઈ લઈને 3 ફેબ્રઆરી સુધી તમામ જિલ્લાની કારોબારી મિટિંગ યોજવામાં આવશે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં બેરોજગારીનું સ્તર છે.યુવાનો પાસે ડિગ્રી છે પણ નોકરી નથી.આજે મોંઘવારીનું પ્રમાણ ખૂબ જ છે.ગુજરાતમાં અસંખ્ય યુવા ફિકસ વેતનમાં કામ કરી રહ્યા છે.કોન્ટ્રાક્ટ કર્મચારી સમાન હકો પણ મળતા નથી. તેઓના પગાર ધોરણ ખૂબ જ નીચા છે તેના લીધે ઘર ચલાવવા ખૂબ જ મુશ્કેલી પડે છે.આવી વિવિધ સમસ્યાઓને લઈને સરકારને ઘેરવામાં આવશે.
વધુમાં તેઓ જણાવ્યું કે, આગામી સમય સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવે છે જેને પગલે તમામ તૈયારી યૂથ કોંગ્રેસ કરી રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લડવા માંગતા યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવેશ.યુવા કોંગ્રેસના ઝોન સ્તરે પ્રભારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે. જેમાં 16 જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી સુધી સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ યોજવામાં આવશે.16 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી સુધી ઉત્તર ઝોનની મિટિંગ યોજવામાં આવશે. 16 જાન્યુઆરી થી લઈને 30 જાન્યુઆરી સુધી મધ્ય ઝોન અને 16 જાન્યુઆરી લઈને 30 જાન્યુઆરી સુધી સાઉથ ઝોન તથા 28 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી કચ્છ ઝોનની મિટિંગ યોજવામાં આવશે.

આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસ સહ સચિવ અને ગુજરાત યુવા કોંગ્રેસના સહ પ્રભારી અંજના બૈરવા અને ચંદ્રકલા નાગોરી, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય નિનામા,ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન મુકેશ આંજણા અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય પ્રવીણ નકુમ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -