ભારતમાં 3,682 વાઘ છે.જે વિશ્વની કુલ વસ્તીના આશરે 75 ટકા છે..મૃત્યુદર 5 ટકા ઘટ્યો છે.
ભારતની વાઘ સંરક્ષણ નીતિ એક મોટી સફળતા રહી છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) ના તાજેતરના અહેવાલ મુજબ, 2025 માં દેશમાં કુલ 167 વાઘના મૃત્યુ નોંધાયા હતા, જેમાં 31 બચ્ચાનો સમાવેશ થાય છે. આમ છતાં, છેલ્લા ચાર વર્ષમાં વાઘની કુલ વસ્તીના પ્રમાણમાં મૃત્યુ દર 5% થી નીચે રહ્યો છે, જે સંરક્ષણ દ્રષ્ટિકોણથી સકારાત્મક માનવામાં આવે છે.
NTCA ના વાઘની સ્થિતિ: ભારતમાં સહ-શિકારી અને શિકાર – 2022 રિપોર્ટમાં શું છે?
ભારતમાં વાઘની કુલ સંખ્યા 3,682 છે.
આ વિશ્વની કુલ જંગલી વાઘની વસ્તીના આશરે 75% દર્શાવે છે.
માહિતી અનુસાર, વાઘના મૃત્યુ માટે સૌથી ખરાબ વર્ષ 2023 હતું..જ્યારે 182 વાઘ મૃત્યુ પામ્યા હતા.
ત્યારબાદ, 2024માં 126 અને 2022માં 122 વાઘના મૃત્યુ નોંધાયા હતા.
2022ના મૂલ્યાંકનમાં વાર્ષિક વાઘ વૃદ્ધિ દર 6.1ટકાનો અંદાજ છે.જે કુદરતી મૃત્યુ અને અન્ય કારણોસર થયેલા નુકસાનને સરભર કરવા માટે પૂરતો છે.
2006માં દેશમાં ફક્ત 1,411 વાઘ હતા..પરંતુ 2022સુધીમાં આ સંખ્યા વધીને 3,682થઈ ગઈ.
2025માં મૃત્યુદર 4.53 ટકા હતો.
પન્ના ટાઇગર રિઝર્વમાં વાઘના પુનઃઉત્પાદનમાં સામેલ નિવૃત્ત IFS અધિકારી આર. શ્રીનિવાસ મૂર્તિએ જણાવ્યું કે,,જેમ જેમ વાઘની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ મૃત્યુદરમાં થોડો વધારો કુદરતી છે. તેમણે સમજાવ્યું કે 2025માં મૃત્યુદર 4.53 ટકા હતો. જે ચિંતાજનક નથી.પરંતુ દરેક મૃત્યુના કારણોનું સંપૂર્ણ વિશ્લેષણ જરૂરી છે.
અખિલ ભારતીય વાઘ ગણતરી માટેની તૈયારીઓ
NTCA ના ડેટા અનુસાર, 2012 થી 2025 વચ્ચે નોંધાયેલા 1,581 વાઘના મૃત્યુમાંથી 52.5% વાઘ અભયારણ્યની અંદર અને 47.5% બહાર થયા હતા.નિષ્ણાતો કહે છે કે વીજળીનો કરંટ, માર્ગ અને રેલ અકસ્માતો પણ વાઘના મૃત્યુના મુખ્ય કારણો છે. ભારત હવે 2026 માં અખિલ ભારતીય વાઘ ગણતરી માટે તૈયારી કરી રહ્યું છે. જેના પરિણામો 2027 માં અપેક્ષિત છે.
- Advertisement -
- Advertisement -