31 C
Ahmedabad
Wednesday, April 1, 2026

બજેટ 2026: પહેલી વાર બજેટ રવિવારે રજૂ કરાશે..રાષ્ટ્રપતિએ આપી મંજૂરી


આ વર્ષે 2026નું બજેટ 1 ફેબ્રુઆરી અને  રવિવારે રજૂ કરવામાં આવશે.સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે જે 2 એપ્રિલ સુધી ચાલશે.રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી છે.રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ આપવામાં આવશે.આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે.રવિવાર હોવા છતાં બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે.

સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવેલા કામચલાઉ સમયપત્રકને ટાંકીને, અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 જાન્યુઆરીએ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.રાષ્ટ્રપતિનું સંબોધન પરંપરાગત રીતે વર્ષના પહેલા સત્રના પહેલા દિવસે આપવામાં આવે છે. બીટિંગ રિટ્રીટ સમારોહને કારણે બંને ગૃહો 29 જાન્યુઆરીએ નહીં મળે.

લોકસભા અને રાજ્યસભા 31 જાન્યુઆરીએ નહીં મળે.

સંસદ 30 જાન્યુઆરીએ મળશે..જે દિવસે આર્થિક સર્વે રજૂ થવાની ધારણા છે..લોકસભા કે રાજ્યસભા 31 જાન્યુઆરીએ નહીં મળે.કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા પછી સંસદ 13 ફેબ્રુઆરીએ લગભગ એક મહિનાની રજા માટે સ્થગિત કરવામાં આવશે.

સંસદ 9 માર્ચે ફરી શરૂ થશે

સંસદ 9 માર્ચે ફરી શરૂ થશે. સત્ર ગુરુવાર 2 એપ્રિલે સમાપ્ત થશે.અધિકારીઓએ જણાવ્યું કે,,સંસદ સામાન્ય રીતે શુક્રવારે મુલતવી રાખવામાં આવે છે. જોકે 3 એપ્રિલે ગુડ ફ્રાઈડે અને ત્યારબાદના સપ્તાહના અંતે સત્ર 2 એપ્રિલે સમાપ્ત થઈ શકે છે.

આ વખતે કેટલું ખાસ રહેશે બજેટ ?

આ વર્ષનું બજેટ ઘણી રીતે અલગ હશે.સૌપ્રથમ પરંપરા તોડીને બજેટ રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે પહેલીવાર નાણા મંત્રાલયમાં કોઈ નાણા સચિવ હાજર નથી.છતાં બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

નાણા સચિવ સામાન્ય રીતે નાણા મંત્રાલયમાં સૌથી વરિષ્ઠ અધિકારી હોય છે. તેઓ મંત્રાલયમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરવા, બજેટ સંબંધિત મુખ્ય નિર્ણયોની દેખરેખ રાખવા અને સમગ્ર પ્રક્રિયાનું માર્ગદર્શન કરવા માટે જવાબદાર હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, નાણા સચિવને બજેટ મશીનરીનો ચાલક માનવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -